અગર ૬ લાખ વૃક્ષો પ્રતિ જિલ્લામાં ઉગાડવામા આવે તો ૫ લાખ ટન જેટલો કાર્બન વાતાવરણમાંથી શોષી લે અથવા ખેંચી લે વૃક્ષો એટલે કે પર્યાવરણ આપણને ઘણુ આપે છે અને આપણા માટે ઘણું કરે છે. લીલાછમ્મ વૃક્ષો આપણું આરોગ્ય સુધારે છે, લાકડુ આપે છે, બે ઘડી બેસવા છાંયડો આપે છે. અને હવાને શુધ્ધ કરે છે. આપણા દેશની જેમ વિદેશમાં પણ વૃક્ષોનાં જતનને મહત્વ અપાય છે. હવામાંથી પીએમ ૧૦, પી.એમ.૨.૫ નામનો વાયુ ઓછો કરીને વૃક્ષો વાતાવરણને ફિલ્ટર કરે છે. બાકી, વ્હીકલ અને ફેકટરીઓ પ્રદૂષણ ફેલાવે છે તેમાં બે મત નથી. તેની ધૂમ્રસેરોથી વાતાવરણ દૂષિત થાય છે.
ગુજરાત રાજયમાં બે વર્ષ પહેલા સ્ટેટ ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ અને ગુજરાત ઈકોલોજિકલ એજયુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન દ્વારા સંયુકત રીતે રીસર્ચ કરાયું હતુ. પર્યાવરણવિદ સી.એન. પાંડે, રિચા પાંડે અને રેશમા બોબડાની ટીમે કરેલા સંયુકત સંશોધનમાં જણાવ્યું હતુ કે કઈ રીતે વૃક્ષોની જુદી જુદીજાતો વાતાવરણમાંથી પ્રદૂષણ દૂર કરીને હવાને શુધ્ધ કરે ચે અમદાવાદમાં અત્યારે ૬.૩૭ લાખ વૃક્ષો લહેરાય છે જે વાતાવરણમાંથી ૫ લાખ ટન કાર્બન ખેંચે છે.
સંશોધનાત્મક અહેવાલમાં આગળ જણાવાયું છે કે ગુજરાતનાં અન્ય જિલ્લાઓ જેમકે સુરત, નર્મદા, સુરેન્દ્રનગર, પોરબંદરમાં હરિયાળી ક્રાંતી શ‚ થઈ છે. નર્મદા, સુરેન્દ્રનગર અને પોરબંદર જિલ્લામાં કુલ ૫૦ લાખ વૃક્ષો છે. દાહોદ, પાટણ, ખેડા અને ગાંધીનગર જિલ્લામાં કુલ ૧ કરોડ વૃક્ષો છે. મહેસાણા અને સુરત જિલ્લામાં કુલ ૨ કરોડ વૃક્ષો છે.
વૃક્ષોની સંખ્યાક અને તેના થકી મળતી શુધ્ધ હવાના વિષયમાં સુરત જિલ્લો સૌથી મોખરે છે. જયારે નર્મદા જિલ્લાનો નંબર સૌથી છેલ્લો છે. સુરત જિલ્લામાં કુલ વૃક્ષો ૨૦.૦૬ લાખ ટન કાર્બન શોષ છે. જયારે નર્મદા જિલ્લામાં આ આંક માત્ર ૧.૫૮ લાખ ટન છે.