હાલ બિઝનેસ‚ કરવા લાગતા ૨૬ દિવસો: માર્ચના અંત સુધીમાં સરકાર મંજૂરી પ્રક્રિયા હળવી કરવા પ્રયત્નશીલ: ન્યુઝીલેન્ડમાં માત્ર અડધો દિવસ અને સીંગાપુરમાં અઢી દિવસનો લાગે છે સમય
દેશમાં નવા બિઝનેશ શ‚ કરવા માટેની મંજૂરી લેવા અનેક પ્રકારની પ્રક્રિયાઓમાંી પસાર વું પડતું હોય છે. જેમાં ઈચ્છુકનો ખુબજ કિંમતી સમય વેડફાઈ જતો હોય છે. જેી મોદી સરકાર હવે માત્ર છ દિવસમાં જ નવો ધંધો કરવાની પરમીશન મળી જાય તેવી ગોઠવણ કરી રહી છે. હાલ નવો બિઝનેશ કરવા માટે સરેરાશ ૨૬ દિવસનો સમય લાગે છે. માર્ચ મહિનાના અંત સુધીમાં હવે લોકોને માત્ર છ દિવસમાં મંજૂરી મળી જશે.
હાલ રાજધાની દિલ્હીમાં નવો ધંધો શરૂ કરવા માટે કુલ ૧૨ પ્રકારની મંજૂરીઓ લેવી પડતી હોય છે. મુંબઈમાં ૧૪ પ્રકારની મંજૂરી લેવી પડે છે. આ તમામ મંજૂરી લેવામાં ખુબજ સમય લાગે છે. હાલ ન્યુઝીલેન્ડમાં માત્ર અડધા દિવસમાં તમામ પ્રકારની મંજૂરી આપી દેવામાં આવે છે. આ મામલે વિશ્ર્વમાં ન્યુઝીલેન્ડનો શ્રેષ્ઠ રેકોર્ડ છે. સીંગાપુરમાં નવી કંપની શ‚ કરવામાં ૨.૫ વિદસનો સમયગાળો લાગે છે. જયારે અમેરિકામાં ૫.૬ દિવસ અને યુ.કે.માં ૪.૫ દિવસનો સમય નવી કંપની સપવામાં ાય છે.
આ દેશોની કક્ષામાં ઉભુ રહેવા હવે મોદી સરકાર પણ ૬ દિવસમાં તમામ મંજૂરી મળી જાય તેવી ગોઠવણ કરી રહી છે. સરળતાી ધંધો કરવાની ૧૯૦ દેશોની યાદીમાં ભારતનો ૧૩૦મો ક્રમાંક છે. આ યાદીમાં ન્યુઝીલેન્ડ અને સીંગાપુર ટોચના સને છે. વિશ્ર્વ બેંકના રિપોર્ટ અનુસાર ભારતમાં કોઈપણ ધંધો શ‚ કરવા ૨૬ દિવસ જેટલો સમય લાગે છે. આ સમયગાળાને ઘટાડવા સરકાર ઘણા સમયી પ્રયત્નશીલ છે. અગાઉ પણ સરકારે દેશમાં લોકો ધંધો સરળતાી કરી શકે તે માટે મંજૂરી પ્રક્રિયા હળવી કરી હતી.
દેશમાં વ્યવસાય-ધંધો શ‚ કરવા માટે કાયદાની અનેક આંટીઘૂંટીમાંથી પસાર થવું પડતું હોય છે. ઉપરાંત ભ્રષ્ટાચારી અધિકારીઓના કારણે મંજૂરીની ફાઇલો એક ટેબલથી બીજા ટેબલ પર ફરે છે. પરિણામે અરજદારોને મંજૂરી મળવામાં ખાસ્સો લાંબો ટાઇમ લાગે છે.
૪૫ કરોડથી વધુ ભારતીયો જૂન સુધીમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરતા થઇ જશે.
જૂન મહિના સુધીમાં ૪૫ કરોડ ભારતીયો ઈન્ટરનેટનો ઉપયોગ કરતા ઈ જશે. આ ઉપભોકતાઓમાં ગ્રામ્ય લોકોનું પ્રમાણ વધુ હશે તેવું માનવામાં આવે છે. ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસીએશન ઓફ ઈન્ડિયાના રિપોર્ટ ‘ઈન્ટરનેટ ઈન ઈન્ડિયા’ પ્રમાણે ૨૦૧૬ ડિસેમ્બર સુધીમાં ભારતમાં ઈન્ટરનેટના ઉપભોકતાની સંખ્યા ૪૩ કરોડ હતી. જે જૂન ૨૦૧૭ સુધીમાં વધીને ૪૫ કરોડે પહોંચી જશે. ૨૦૧૬ સુધીમાં ભારતના શહેરી વિસ્તારોમાં ૨૭ કરોડ ઈન્ટરનેટના વપરાશકારો હતા. જયારે ગ્રામ્ય વિસ્તારોમાં ૧૬ કરોડ ઈન્ટરનેટના ઉપભોકતા હતા. આ સંખ્યા જૂન સુધીમાં ખુબજ ઝડપી વધશે તેવું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઈન્ટરનેટ ઉપભોકતાની સંખ્યા શહેરી વિસ્તારો કરતા વધશે તેવું પણ માનવામાં આવે છે.
દર પાંચમાંથી ચાર ભારતીય નારી સ્વાવલંબીત થવા ઇચ્છે છે: ફેસબુક
ભારતમાં દર પાંચમાંી ચાર મહિલાઓ સ્વાવલંબી વા ઈચ્છતી હોવાનું સોશ્યલ સાઈટ ફેસબુકનું કહેવું છે. ફેસબુકના સર્વે અનુસાર વર્ષ ૨૦૨૧ સુધીમાં ૫૨ ટકા ભારતીય મહિલાઓ એક યા બીજી રીતે બિઝનેશ સો જોડાયેલી હશે. જેનાી દેશના ર્અતંત્રને અઢળક ફાયદો શે. ઉદ્યોગકાર મહિલાઓ દેશમાં ૬ કરોડ રોજગારીનું નિર્માણ પણ કરશે. ફેસબુક ઈન્ડિયાના ડિરેકટરો પબ્લિક પોલીસી આંખીદાસએ આ મામલે જણાવ્યું હતું કે, જો મહિલાઓને પુરતો ટેકો આપવામાં આવે તો મહિલા ઉદ્યોગ સાહસીકો દેશમાં મોટી સંખ્યામાં રોજગારીનું નિર્માણ કરી શકે. મહિલા ઉદ્યોગકારોના કારણે દેશના ર્અતંત્રને પણ ઘણો ફાયદો શે. ફેસબુકે મહિલા દિનને ધ્યાનમાં રાખી ‘સીલીડસ ટેક’ નામનો પ્રોગ્રામ પણ શ‚ કરવાની તૈયારી કરી છે.