૨૦ જૂનથી પોસ્ટ ઓફીસમાં બુકીંગ એચ.ડી.એસનો એક વર્ષ સુધી મફતમાં જોવા મળશે: અન્ય ૫૦૦ ચેનલ પાંચ વર્ષ સુધી ફ્રી
મોબાઈલ-ઈન્ટરનેટ ક્ષેત્રે કંપનીઓની મનમાનીનો અંત લાવનાર રીલાયન્સ દ્વારા આગામી ૨૦ જૂનથી દેશની ૫૦ હજાર પોસ્ટ ઓફીસ ઉપરથી રૂ.૫૦૦નમાં સેટટોપ બોકસ આપવાનું બુકીંગ શરૂ કરવા જઈ રહ્યું છે. રીલાયન્સનું આ સેટટોપ બોકસ બુક કરાવનાર ગ્રાહકોને તમામ એચ.ડી. ચેનલો એક વર્ષ સુધી અને અન્ય ૫૦૦ ચેનલો પાંચ વર્ષ સુધી મફતમાં દેખાડશે.
પ્રવર્તમાન સમયમાં ખાનગી કેબલ ઓપરેટરો રીતસરની લૂંટ ચલાવી રૂ.૨૮૦ થી ૩૫૦ સુધીના ભાડા વસુલ કરી ને પણ સા‚ પ્રસારણ આપતા નથી ઉપરાંત અન્ય ખાનગી ડીટીએચ કંપનીઓ પણ રૂ.૩૦૦થી વધુનાં ભાડા વસુલી રહી છે. ત્યારે રીલાયન્સ બીગ ટીવી દ્વારા રાજસ્થાન, પંજાબ, ઉતરાખંડ, આંધ્રપ્રદેશ, સીકકીમ, કર્ણાટક, અસમ, મણિપુર, મિઝોરમ, મેઘાલય અને નાગાલેન્ડ સહિતના રાજયોની ૫૦ હજાર પોસ્ટ ઓફિસ ઉપરથી ફકત રૂ.૫૦૦માં સેટ ટોપ બોકસનું બુકીંગ શરૂ કરવા જઈ રહી છે. ગ્રાહકો રૂ.૫૦૦ ચૂકવી ઓનલાઈન સીરીપ્ટ નંબર પ્રોવાઈડ કરે એટલે ૩૦ જુલાઈ સુધીમાં ગ્રાહકોને એચ.ડી.એચ.વી.સી. સેટ ટોપ બોકસ ઘેર બેઠા કંપની ઈન્સ્ટોલ કરી આપશે.
વધુમાં રીલાયન્સ દ્વારા બીગટીવીનાં સેટટોપ બોકસ ખરીદનાર ગ્રાહકોને આધુનિક એચ.ડી. એચ.ઈ.વી.સી. સેટટોપ બોકસ સાથે યુ.એસ.બી. રેકોર્ડીંગની સુવિધા, એચ.ડી.એમ.આઈ. પોર્ટ, સાથે એક વર્ષ સુધી તમામ પેઈડ એચ.ડી.ચેનલો મફતમાં દેખાડશે જયારે અન્ય ૫૦૦ ચેનલો પાંચ વર્ષ સુધી ફ્રી દેવાનો વાયદો કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે રીલાયન્સ દ્વારા ગ્રાહકોને લોયલ્ટી બોનસ સહિતની આકર્ષક ઓફરો આપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે આ અગાઉ મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, ઉતરાખંડ સહિતના રાજયોમાં પ્રિબુકીંગ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.