અમે મૈયારા રે ગોકુળ ગામના….
સૃષ્ટિના સર્જનમાં ઈશ્વર પછીનો ક્રમ” મા”નો આવે છે સંતાનોને પ્રેમ લાગણી નું સરોવર આપી તેના સર્વાંગી વિકાસમાં પોતાનું સમગ્ર જીવન અર્પણ એક”માં” જ કરી શકે પોતે ભૂખ્યા રહીને પણ બાળક “માં “જ ઈશ્વરના દર્શન કરનારી જનેતા પોતાના વાલા સોંગ પુત્રને ભોજન અર્પણ કરે છે
અત્યારે જગત મંદિરે ભગવાન શ્રી કૃષ્ણ સાથે ફુલફાગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ આપનાર ‘મૉૈ’ દેવકી અને પાલનપોષણ કરનારમાં જશોદાએ પણ સ્ત્રી શકિત માટે ઉમદુ ઉદાહરણ જોવા મળી રહ્યું છે.
વિશ્વ મહિલા દિવસે દરેક સંતાનોને માનો ખોળો નિર્ભયતાનો ઘર લાગે છે ત્યારે આજે એ જ નારીની સુરક્ષા બાબતે ઘણું બધું કરવું જરૂરી બને છે ઈશ્વર બધે જ પહોંચી ન શકે એટલા માટે માનું સર્જન કર્યું છે પરિવારોના ઉત્કર્ષ અને દિશા ના વિકાસ માં સ્ત્રીની દિવસ રાતની મહેનત જ બધાને તો જ પર પહોંચાડે છે સ્ત્રી પોતાના સંતાનના લાલન પાલનમાં પોતાનું જીવન સમર્પિત કરી દે છે મહિલા દિવસે નારી શક્તિની વાત વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક હજુ પણ સ્ત્રીને અબડા માનવામાં આવે છે પરંતુ સ્ત્રીએ કોઈ અબડા નથી તે બધા ક્ષેત્રોમાં આગળ જોવા મળે છે એટલા માટે જ કહેવાય છે કે સફળ પુરુષની પાછળ સ્ત્રીનો સાથ અને હાથ હોય છે