લોંગ ટર્મ વિઝનને કારણે કંપનીની આવકમાં બમણો વધારો પણ શકય: મુકેશ અંબાણી
દેશની સૌથી મોટી કંપનીઓમાં સ્થાન મેળવેલ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝએ બીજા કવોટરમાં રેકોર્ડબ્રેક કમાણી કરી છે. જુલાઈથી લઈ સપ્ટેમ્બરની વચ્ચે રિલાયન્સે રૂ. ૯૫૧૬ કરોડનો નફો રળ્યો છે. કંપનીએ બુધવારે આ જાણકારી આપતા કહ્યું કે કંપનીનેક ત્રણ મહિનામાં ૧૭.૪ ટકા વધુ કમાણી થઈ હતી ગત વર્ષે કંપનીને કવોટરમાં ૮૧૦૯ કરોડ રૂપીયાની આવક થઈ હતી ત્યારે આ વર્ષે નફો રૂ. ૯૫૧૬ કરોડે પહોચી ગયો છે. એક પછી એક કંપની સતત ફાયદો કરી રહી છે. કંપનીએ એલાન કર્યું છે કે ડેન નેટવર્કમાં ૬૬ ટકાની ભાગીદારી સાથે અને હેથવે કેબલની ૫૧.૩ ટકા ભાગીદારી સાથે રૂ. ૨૯૪૦ કરોડમાં ડીલ કરવા તૈયાર છે.
કંપનીનું રેવેન્યુ ૫૪.૫ ટકા સાથે રૂ. ૧૫૬૨૯૧ કરોડે પહોચી ગયું છે. રિલાયન્સનો વેપાર ૫૮૦૦ શહેરો તેમજ ગામડાઓમાં છે રિલાયન્સ જીયોએ ટેલીકોમ ઈન્ડસ્ટ્રીમાં રૂ. ૬૮૧ કરોડનો નફો કર્યો હતાે જે ગત વર્ષનીક સરખામણીએ ૧૧.૩ ટકા વધુ રહ્યો હતો જીયોએ ટેલીકોમ ઈન્ડસ્ટ્રીમાં આવતાની સાથે જ અન્ય કંપનીઆને હંફાવી દીધી હતી. તો રિલાયન્સનો ઓઈલ ગેસ બિઝનસ પણ રૂ.૨૭૨ કરોડમાંથી રૂ ૪૮૦ કરોડના નફા પણ પહોચતા બમણી વૃધ્ધી કરી રહ્યું છે તો ટેલીકોમ ઈન્ડસ્ટ્રીમાં પણ રોકાણકારોની પડાપડી બોલી રહી છે. કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતુ કે અમારી કંપની વર્ષેને વર્ષે વધુ મજબુત બની રહી છે. તો પેટ્રોકેમીકલના બિઝનેસમાં પણ ઉલ્લેખનીય વૃધ્ધી થઈ છે.
માર્કેટની પરિસ્થિતિ મુજબ મોટા ભાગની કંપનીઓ મોંઘવારી અને ફુગાવા કારણ માની માથે ઓઢી રોઈ રહી છે. ત્યારે રિટેઈલ તેમજ જીયો બંને વેપારમાં જીયો ટેકનોલોજી નફો અને ક્ષમતામાં વૃધ્ધી પામી રહ્યું છે. રિલાયન્સ લોંગ ટર્મ વિઝનને કારણે પ્રગતિ કરી રહ્યું છે.