ચીનના ઓવનમાંથી શરૂ થયેલી કોરોના મહામારી સમગ્ર વિશ્વને અજગર ભરડો લઈ ચૂકી છે આ મહામારી સાથે લાંબો સમય માનવ સમાજનો નાતો બની રહેવાનો છે, કોરોના સહેલાઈથી માનવ સમાજન પીછો છોડે તેમ નથી, પ્રથમ વાયરામાં કરોડોના સંક્રમણ અને લાખો ના મૃત્યુ બાદ બીજા વાયદામાં હવે એક વાતની તે ધરપત થઈ ગઈ છે કે કોરોના વિરોધી રસી ઉપલબ્ધ બની ગઈ છે અને સંક્રમણ અને તેની મારક ક્ષમતા કાબૂમાં આવી ગઈ છે તેમ છતાં આ મહામારી નો હઠીલો સ્વભાવ અને કાચિંડાની જેમ રંગ બદલવાની તેની તાસીર થી આ મહામારી પોતાના ખપ્પરમાં વધુને વધુ લોકોને હોમવા માટે સક્ષમ છે ત્યારે ફરીથી કોરોનાની તે જ ગતિ મોબાઈલ રોગ ફેલાઈ રહ્યું છે ત્યારે પરિસ્થિતિ વધુ ગંભીર ગણાય ગયા વર્ષે લોક ડાઉન ના ટ્રાયલ અને જનતા ક ફર્યું ને આજે બરાબર એક વર્ષનો સમય ગાળો  પૂરો થઇ ચૂક્યો છે

વર્ષ દિવસ સુધીની આપણી તકેદારી તને સાવચેતીના પગલાં ક્યાંકને ક્યાંક કોઇ કચાશ રહી ગઈ હોય તેમ આ મહામારી હજુ સંપૂર્ણપણે કાબુમાં આવી નથી તેવા સંજોગોમાં દવા ની સાથે સાથે કોરોના સંક્રમણથી બચવા માટે તકેદારી સંયમ અને સાવચેતીભર્યા સામૂહિક પ્રયાસો જો આ બીમારી માટે અસરકારક ઈલાજ ગણી શકાય હજુ આ મહામારી ની લાક્ષણિકતા અને તેની રંગ બદલવાની તાસીરને વિશ્વભરનું તબીબી જગત પૂરેપૂરું ઓળખી શક્યું નથી ત્યારે આ બીમારીથી બચવા માટે કેપ લાગી ગયા બાદ સારવાર ની તકેદારી રાખવાના બદલે તેના સંક્રમણથી જ દૂર રહેવું એ સૌથી વધુ અક્સિર માનવામાં આવી રહ્યું છે “પ્રિવેન્શન ઇઝ બેટર ધેન કયોર’વૈશ્વિક મહામારીનું રૂપ લઇ ચૂકેલી આ બીમારી લાગુ પડી ગયા પછી ઘણી ગંભીર પરિસ્થિતિ સર્જી દે છે જરા સરખી તકેદારી મા જો બેદરકારી થઈ જાય તો મૃત્યુ સુધીની સજા આપતી આ બીમારી આમ તો “ઉપાડી”ને ઘરમાં લઇ આવો તો જ આવે છે બીજા શબ્દોમાં કહીએ તો કોરોના આપોઆપ ફેલાતો રોગ નથી સંક્રમણ ને બેદરકારી થી જો લાવવામાં આવે તો જ તે શરીરમાં પ્રવેશે છે કોરો ની બીમારી ભારે નાક વાલી માનવામાં આવે છે તે વગર બોલાવ્યે ક્યાંય જતી નથી,હવે ફરીથી આ વાયરો શરૂ થયું છે ત્યારે અગાઉ કરેલી ગફલત નું પુનરાવર્તન ન થાય સંક્રમિત વ્યક્તિ ને તાત્કાલિક તબીબો પાસે લઈ જવાથી લઈને સામાજિક મેળાવડા અને હાથોહાથ ના સંપર્ક થી સચેત તા પૂર્વક દૂર રાખવા જેવી તકેદારી રાખવામાં આવે તો આ બિમારી કાબુમાં આવી શકે તેમ છે સામાજિક અંતર આ માસ્કને સેનીટાઇઝર નો ઉપયોગ હાથ મોઢુંધોવામાં તકેદારી જેવી સામાજિકજાગૃતિ કારગત નીવડે તેમ છે કોરોના ના માહોલમાં સાવચેતી તકેદારી અને સંયમ દરેક માટે આવશ્યક બન્યું છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.