પાટીદારોની વૈશ્વિક સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન – વિશ્વઉમિયા ધામ દ્વારા નિર્માણ પામનાર વિશ્વના સૌથી ઉંચા ઉમિયા માતાજી મંદિરના જાસપુર સ્થિત ચલ મંદિર ખાતે નવરાત્રિના ૯ દિવસ પુજા-અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ નોરતાથી રોજ સાંજે ૭ વાગ્યે પુજા થશે અને સાંજે ૭.૩૦ વાગ્યે આરતી થશે. કોરોના મહામારીને ધ્યાને લઇ સોશિયલ ડિસ્ટન્સીંગના પાલન સાથે પુજા અને આરતીનો કાર્યક્રમ યોજાશે. વિશ્વ ઉમિયાધામ પરિસર ખાતે વધુમાં વધુ ૭૦ જેટલાં પરિવારો જ પુજા-આરતીમાં ભાગ લઇ શકશે. આરતી બાદ પેકેટમાં પેક કરેલો માતાજીનો પ્રસાદ આપવામાં આવશે. જગત જનની મા ઉમિયાના આ ભવ્ય પર્વ અને શક્તિ ઉપાસનાના દિવસોની આપ સૌ ને હાર્દિક શુભકામના.
Trending
- Surat: 100 જેટલા વિદ્યાર્થીઓના બોગસ એડમિશન કરાયા રદ
- શું તમે પણ ફેરી રાઈડના શોખીન છો? તો અચૂક લો આ સ્થળની મુલાકાત
- Tasty and favourite: ઉત્તર ભારતની સૌથી લોકપ્રિય વાનગીઓ
- પ્રેમમાં દગો અને વેરની વસુલાતની જબરદસ્ત સ્ટોરી સાથે એક્શનથી ભરપૂર ફિલ્મ “વિક્ટર 303”
- ભારતના સૌથી ખતરનાક રસ્તાઓ જ્યાં જવા માટે કલેજું જોઈએ!!!
- સી.એ. ફાઈનલના પરિણામમાં યશ ભાલાળાએ રાજકોટનું નામ દેશભરમાં રોશન કર્યું
- ગુજરાત : નાગરિકો હવે સીધી મુખ્યમંત્રીને ફરિયાદ કરી શકશે, આ સુવિધા શરૂ થઈ
- ટ્રાફીક ઝુંબેશનાં પગલે અકસ્માતમાં 12.71%નો નોંધપાત્ર ઘટાડો