આપણે કિચનમાં રોંજિંદા વપરાશ માટે હળદરનો ઉપયોગ કરતાં જ હોય છે તેમજ હળદરમાં ઘણા એવા ઔષધીના ગુણ હોય છે જેનો ઉપયોગ કરવાથી ઘણા દર્દમાં રાહત મળે છે

આર્યુવેદ પ્રમાણે હળદર કફનાશક,રક્તનાશક તરીકે માનવામાં આવે છે

હળદરનો મુખ્ય ગુણ કફનાશક છે તેમજ ઉદરસ થયેલ હોય ત્યારે ગરમ દૂધમાં એક ચમચી હળદરને મિક્સ કરી રાત્રે પીવાથી ઉદરસમાં રાહત મળે છે

મુંઢમાર વાગ્યું હોય ત્યારે એક ચમચી હળદર, એક ચમચી મીઠુંમાં પાણી નાખી ગરમ કરી દુખાવાની જગ્યા પર ગરમ લેપ લગાડવાથી દુખાવામાં’ રાહત થાય છે

કૃમિની તકલીફ હોય ત્યારે હળદરને સવારે ખાલી પેટે પાંચ-સાત દિવસ લેવાથી કૃમિથી રાહત મળે છે

આ ઉપરાંત હળદર ચહેરાની ચમક માટે પણ ખૂબ ફાયદેમંદ રહે છે તેના માટે હળદરમાં દૂધ, મધ અને ચંદન પાવડર મેળવી લાગાવવાથી ચહેરા પરના ખીલના ડાધા દૂર થાય છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.