ઉલ્ટી ગંગા: આંતર યુનિવર્સિટી સ્પર્ધા પછી આંતર કોલેજ જીમનાસ્ટીક સ્પર્ધા યોજાઇ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે બોર્ડ ઓફ સ્પોટસની બેઠકમાં કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા ૮ મૃતપાય સ્ટેડીયમ જીવંત કરવા પ્રયાસ કરાશે?
જીમ્નાસ્ટીકમાં તંત્રની આળસુ નીતીના કારણે કરોડોના સાધનો મેદસ્વીતાના લૂણો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આંતર કોલેજ સ્પર્ધા અંતર્ગત આજરોજ યુનિવર્સિટીના ઇન્ડોર સ્ટેડીયમ ખાતે જીમ્નાસ્ટીક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે ખાટલે મોટી ખોટ હોય તેમ સૌરાષ્ટ્રભરમાંથી જીમ્નાસ્ટીક સ્પર્ધામાં માત્ર એક જ કોલેજ રસ દાખવ્યો હતો. જેમાં અમરેલી જીલ્લાની એસ.એલ. પી.ટી. બી.બી. એ મહીલા કોલેજ અને આર.કે. વઘાસીયા અમરેલી કોલેજની ફકત ૮ વિઘાર્થીનીઓેએ ભાગ લીધો હતો. અને માત્ર રમવા ખાતર જ જીન્માસ્ટીક સ્પર્ધા રમાડવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ ઉલ્ટી ગંગા રુપ આંતર યુનિવર્સિટી સ્પર્ધા પૂર્ણ થઇ ગઇ હોય પછી આજે આતંરરાષ્ટીય સ્પર્ધા યોજવામાં આવી હતી.જેમાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોમા:થી ફકત અમરેલીની કોલેજની ૮ વિઘાર્થીનીઓએ ભાગ લીધો હતો રમતમાં કોઇ હરીન ન હોવાને લીધે રમાડવા ખાતર જ સ્પર્ધા યોજાઇ હતી.
સૌરાષ્ટ્ર યુનિવસિટીમાં કરોડોમાં ખર્ચે બનેલા ઇન્ડોર સ્ટેડીમમાં કરોડલ રૂપિયાના જીમ્નાસ્ટીકના સાધનો પણ વર્ષોથી સડી રહ્યા છે. તંત્રની આળસુનીતીના કારણે કરોડોના સાધનો હાલ ધુળ ખાઇ રહ્યાં છે. હાલ તોકરોડોના ખર્ચે બનેલા યુનિવર્સિટીના ૮ ગ્રાઉન્ડને ફરીથી ધમધમતા કરવા તાતી જરુરીયાત ઉભી થઇ છે. આજની જીમ્નાસ્ટીક સ્પર્ધામાં સૌ. યુનિ. ના એકપણ સતાધીશો ડોકાયા ન હતા જો કે કોઇ હરીફ ટીમન મળતા અમરેલીનો સ્પર્ધકોને નિરાશ થઇ પરત જવું પડયું હતું.
અમરેલી આર.કે. વઘાસિયા કોલેજના જીમ્નાસ્ટીક કોચ અંકિતા ગોલાદરાએ ‘અબતક’સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે
છેલ્લા અઢી વર્ષથી હું જમ્નાસ્ટીકની બાળાઓને કોચીંગ આપું છું. અમારી કોલેજના છેલ્લા ૧પ વર્ષથી જીમ્નાસ્ટીકનું કોચીંગ આપવામાં આવી રહ્યું છે. જેમાં લગભગ ર૫૦ જેટલી બાળાઓ અલગ અલગ રમતમાં ભાગ લે છે. જયારે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજીત આંતર કોલેજ જીમ્નાસ્ટીક સ્પર્ધામાં અમો ભાગ લેવા આવ્યા હતા. જેમાં અમારી અમરેલી જીલ્લાની બે કોલેજે ભાગ લીધો છે. જેમાં એસ.એલ. પીટી બીબીએ મહીલા કોલેજ અને આર.કે. વઘાસીયા કોલેજની કુલ ૮ વિઘાર્થીનીઓએ ભાગ લીધો છે. જયારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન એક પણ કોલેજો આજે સ્પર્ધામાં આવી નથી. જે ખુબ જ દુ:ખની વાત છે. યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજો દ્વારા જો જીમ્નાસ્ટીક પ્રત્યે બાળકોમાં જાગૃતતા ફેલાવવામાં આવે તો ખેલાડીઓ આવી રમત તરફ વધુ આકર્ષિત થશે. યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોમાં પી.ટી.આઇ છે પરંતુ પુરતા સાધન નથી અથવા સાધન છે તો બાળકો રમી શકે તેવા ગ્રાઉન્ડ નથી અને ખુબ જ દુખની વાત છે કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચાલતી જીમ્નાસ્ટીક જેવી રમતમાં કોઇએ ભાગ લીધો નથી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજીત આંતર કોલેજ જીમ્નાસ્ટીક સ્પર્ધાના આયોજક જયશ્રીબેન મકવાણાએ ‘અબતક’સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે
હું માતૃશ્રી મોંધીબા મહીલા આર્ટસ કોલેજમાં એસો. પ્રોફેસર અને ફીઝીકલ ડાયરેકટર તરીકે ફરજ બજાવું છું. જીમ્નાસ્ટીક એક એવી રમત છે કે જે નાનપણથી સ્કુલ લેવલે જો શરુ કયુૃ હોય તો કોલેજ કક્ષાએ ઉત્તમ પર્ફોમન્સ આપી શકો. બહેનોની જીમ્નાસ્ટીકમાં પેરા સ્વીમીંગ, વોલ્ટીંગ ટેબલ, ફલોર એકસરસાઇઝ વગેરેની જો નાનપણથી જ અભ્યાસ કર્યો હોય તો જ કોલેજ કક્ષાએ ઉત્તમ પરિણામ મળી શકે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી તરફથી બધી જ કોલેજને આગ્રહ કરવો જોઇએ કે આવી આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતોમાં ભાગ લે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તમામ પ્રકારના જીમ્નાસ્ટિકના સાધનો અને શ્રેષ્ઠ જગ્યા છે. પરંતુ સંપૂર્ણ રીતે તેનો ઉપયોગ થતો નથી પરંતુ જો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ડોર સ્ટેડીયમાં જીમ્નાસ્ટીકની દરરોજ પ્રેકટીસ કોચીગ વર્ગ શરુ કરાવવામાં આવે તેમજ સ્કુલ અને કોલેજોને ઇન્ડોર સ્ટેડીયમમાં પ્રેકટીસ કરવા માટે આપવામાં આવે તો ખેલાડીઓ જીમ્નાસ્ટીકની દરરોજ પ્રેટકીસ કોચીગ વર્ગ શરુ કરાવવામાં આવે તેમજ સ્કુલ અને કોલેજોને ઇન્ડોર સ્ટેડીયમમાં પ્રેકટીસ કરવા માટે આપવામાં આવે તો ખેલાડીઓ જીમ્નાસ્ટીક તરફ વળતા થશે અને સાધનોનો પણ યોગ્ય ઉપયોગ થઇ શકશે.
આંતરરાષ્ટ્રીય જીમ્નાસ્ટીક સ્પર્ધાના જર્જ અનિલભાઇ દવેએ ‘અબતક’સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજીત જીમ્નાસ્ટીક સ્પધામાં માત્ર ૮ વિઘાર્થીનીઓએ ભાગ લીધો હતો. જે ખુબ જ દુખની વાત કહી શકાય હકીકતમાં તો દરેક કોલેજોએ આવી સ્પર્ધામાં ભાગ લેવો જોઇએ જેથી એકબીજા હરીફ હરીફાઇ કરી શકે જેથી સ્પર્ધકોનું પરીણામ ઉત્તમ આવી શકે.
વધુમાં તેઓ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવસિટીમાં જીમ્નાસ્ટીક માટે ઉત્તમ હોલ બનાવવામાં આવ્યો છે પરંતુ તેનો ઉપયોગ દરરોજ અને યોગ્ય રીતે થાય તેમજ જે વિઘાર્થીઓ જીમ્નાસ્ટીક રમતમાં આગળ વધવા માંગે છે. તેમને દરરોજ પ્રેકટીસ માટેની સુવિધા પુરી પાડવામાં આવે તો ઉત્તમ પરીણામ મેળવનારા ખેલાડીઓ સૌરાષ્ટ્રને મળી શકે આ ઉપરાંત યુનિવર્સિટી અને સંગગ્ન કોલેજો દ્વારા જીમ્નાસ્ટીક સ્પર્ધા માટે કોચીંગ કેમ્પ અને જાગૃતતા માટેના કેમ્પનું આયોજન કરવું પણ ખુબ જ જરુરી છે.
જીમ્નાસ્ટીક રમતને માતા તરીકે જોવામાં આવે છે. એટલે સ્કુલમાંથી જ જો જીમ્નાસ્ટીકનો પ્રેકટીસ વિઘાર્થીઓને કરાવવાના આવે તો યુનિવર્સિટીને સારામાં સારા ખેલાડીઓ મળી શકે. ખાસ તો સરકારના રમત ગમત કાર્યકમો જેવા કે ખેલ મહાકુંભમાં આ રમતની જાગૃતતા આવી છે. તો યુનિવર્સિટીમાં પણ જીમ્નાસ્ટીકની રચિ ધરાવતા ખેલાડીઓને કોચીગ આપવામાં આવે તો ભવિષ્યમાં તેઓ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય લેવલે પણ ઉત્તમ પ્રદર્શન લાવી શકે તેમે છે.