આધારકાર્ડ આધારીત જાહેર વિતરણ વ્યવસની તાલીમ સંદર્ભે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના નિયામક અમૃત પટેલ રાજકોટમાં
આગામી એપ્રિલ માસથી રેશનકાર્ડ પર મળતુ અનાજ અને કેરોસીન આધારકાર્ડના આધારે જ મળશે. રાજય સરકાર દ્વારા જાહેર વિતરણ વ્યવસને આધારકાર્ડ આધારિત બનાવવા આજે રાજકોટ ખાતે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લા પુરવઠા અધિકારીઓની બેઠક યોજાઈ હતી જેમાં અન્ન અને નાગરિક પુરવઠાના નિયામક અમૃત પટેલે તાલીમ આપી હતી.
જાણવા મળતી વિગતો મુજબ આગામી એપ્રિલ માસી રાજય સરકાર દ્વારા જાહેર વિતરણ વ્યવસને સંપૂર્ણપણે આધારકાર્ડ આધારીત બનાવવા જઈ રહી છે.
જે અંતર્ગત આજરોજ રાજકોટ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના નિયામક અમૃત પટેલે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લા પુરવઠા અધિકારીઓ સો મહત્વપૂર્ણ બેઠક યોજી માર્ચ માસ સુધીમાં આધારકાર્ડ લીંકઅપી લઈ સંલગ્ન તમામ બાબતોની કામગીરી પૂર્ણ કરી લેવા સુચના આપી હતી.
વધુમાં એપ્રિલ માસી અમલી બનનાર આ યોજના તળે રેશનકાર્ડ ધારકોને આધારકાર્ડમાં આપેલા ફિંગરપ્રિન્ટ મુજબ જ વિતરણ વ્યવસનો લાભ મળશે અને આ બેઠકમાં દરેક જિલ્લા પુરવઠા અધિકારીને રેશનકાર્ડ સો આધારકાર્ડની લીંકઅપની કામગીરી સત્વરે પૂર્ણ કરી લેવા પણ તાકીદ કરવામાં આવી હતી.