ધાર્મિક સંસ્થાઓને મળેલુ સોના-ચાંદી અને પૈસાનું દાન બિન-હિન્દુઓ પર નહિ ખર્ચવાનો નિર્ણય

અબતક, નવી દિલ્હી : હિમાચલ પ્રદેશમાં મંદિરો-શક્તિપીઠો, ધાર્મિક સંસ્થાઓ અને સોના-ચાંદીને અર્પણ તરીકે મળેલા પૈસા બિન-હિન્દુઓ પર ખર્ચવામાં આવશે નહીં તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.  સાથે જ મંદિરમાં સુરક્ષા સાથે સંબંધિત કાર્યો સહિત સમસ્ત તૈનાત અથવા નિયુક્ત અધિકારી અને કર્મચારી પણ માત્ર હિંદુ ધર્મને માનનારા જ હશે. ભાષા કલા અને સંસ્કૃતિ વિભાગે હિમાચલ પ્રદેશ હિંદુ સાર્વજનિક ધાર્મિક સંસ્થા અને પૂર્ત વિન્યાસ અધિનિયમ-1984ની કલમ 27 હેઠળ મંદિર કમિશનરોને આદેશ જારી કર્યા છે.

ભાષા અને સંસ્કૃતિ વિભાગના અતિરિક્ત મુખ્ય સચિવ આરડી ધીમાન તરફથી આને લઈને સૂચના જારી કરવામાં આવી છે. પ્રદેશમાં કેટલાક મોટા મંદિર છે અને તેમાં દર વર્ષે કરોડો રૂપિયા અર્પણ કરવામાં આવે છે. મંદિરનુ સોનુ અને ચાંદી ખજાનામાં જમા કરવામાં આવે છે જ્યારે રૂપિયાને બેન્કમાં એફડી બનાવીને રાખવામાં આવે છે. મોટા ભાગના મંદિરમાં આ સોનુ અને ચાંદી વર્ષોથી ખજાનામાં પડ્યુ છે. આનો યોગ્ય ઉપયોગ થઈ શક્યો નથી.

પ્રદેશના મંદિરમાં અર્પણ રૂપિયાથી પૂજારીઓ અને અન્ય કર્મચારીઓને વેતન અને ભથ્થા આપવામાં આવે છે. આ સિવાય આ રૂપિયા મંદિરની જાળવણી મૂર્તિઓ-મંદિરોની સજાવટ, મંદિરોના આધીન સ્કુલો-કોલેજો અને સંસ્કૃત કોલેજ ખોલવા, ધર્મશાળા બનાવવા, રસ્તાને તૈયાર કરવા પર પણ ખર્ચ કરવામાં આવે છે. અર્પણ કરવામાં આવેલા બાકીના રૂપિયા મંદિરના નામે એફડી તરીકે જમા કરવામાં આવે છે. આ રૂપિયા વિકાસ કાર્યો સહિત કેટલાક અન્ય વહીવટી કાર્યો પર ખર્ચ થાય છે.

મંદિરોના ખજાનામાં વર્ષોથી ક્વિન્ટલના હિસાબથી પડેલા સોના-ચાંદીને ઓગાળીને શ્રદ્ધાળુઓને સિક્કા આપવાની યોજના હતી પરંતુ તેનો અંત આવ્યો ન હતો. 1986માં સંશોધિત નિયમમાં ફરી સંશોધન કરવાની તૈયારી છે, જેથી મંદિરના રૂપિયા અને ઘરેણાનો યોગ્ય ઉપયોગ થઈ શકે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.