૩૭૧ ચીજવસ્તુઓ ઉપર ગુણવત્તાને લઈ સરકારની બાજ નજર
૧લી સપ્ટેમ્બરથી નબળી ગુણવત્તાવાળા રમકડા ‘કચરો’થઈ જશે
કેન્દ્ર સરકાર સ્થાનિક ઉત્પાદનોને વેગવંતુ બનાવવા માટે અને પ્રોત્સાહિત કરવા માટે અનેકવિધ યોજનાઓને અમલી બનાવી રહ્યું છે ત્યારે ક્ધઝયુમર અફેર મંત્રાલયે વિકાસલક્ષી નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં સ્પષ્ટપણે તાકીદ કરવામાં આવી છે કે, હવે સારી ગુણવતાવાળા આયાતી રમકડા જ બજારમાં વહેંચી શકાશે. બીજી તરફ મંત્રાલય દ્વારા વધુ ૩૭૧ ચીજવસ્તુઓ ઉપર બી.આઈ.એસ.નાં નવા નીતિ-નિયમો અને ધારાધોરણો અમલી બનાવવામાં આવશે. આયાતી રમકડાની ગુણવતા તપાસમાં એ વાતની સ્પષ્ટતા થઈ રહી છે કે, ૧લી સપ્ટેમ્બરથી જે રમકડાની ગુણવતા નબળી હોય તે રમકડાઓ હવે કચરો થઈ જશે. સરકારી સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ જે ૩૭૧ ચીજવસ્તુઓની યાદી તૈયાર કરવામાં આવી છે તેમાં સ્ટીલ, કેમિકલ, ફાર્માસ્યુટીકલ, ઈલેકટ્રીકલ મશીનરી અને ફર્નિચરની ચીજવસ્તુઓ માટે બી.આઈ.એસ. ગુણવતાના નવા ધોરણો બનાવશે જે અંગે આવનારા નજીકના સમયમાં જ તેની અમલવારી શરૂ કરાશે.
કેન્દ્ર સરકાર માટે ગુણવતાને લઈ બી.આઈ.એસ. એટલે કે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ નોડલ એજન્સી છે કે જે ગુણવતાની તપાસ લાગતા મંત્રાલય સાથે રહીને કરે છે. સરકાર દ્વારા જે ગુણવતાની ખરાઈ રમકડામાં કરવામાં આવશે તેની અમલવારી ૧લી સપ્ટેમ્બરથી શરૂ કરાશે. કવોલીટી કંટ્રોલનાં સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ જે કોઈ ઉત્પાદકે આયાતી રમકડાઓની ખરીદી કરવી હોય તો તેઓએ પહેલા રમકડા ઉત્પાદકને તેના દેશમાં જ ગુણવતાની તપાસ પ્રથમ ચરણમાં કરવાની રહેશે. બીજી તરફ જે ક્ધટેનર પોર્ટ ઉપર આવી જાય ત્યારે પણ બીઆઈએસનાં ગુણવતા અધિકારીઓ ક્ધટેનર અને રમકડાની ગુણવતાની તપાસ હાથ ધરશે. આ કાર્ય કરવાની સાથો સાથ શીપમેન્ટને સહેજ પણ રોકવામાં નહીં આવે જેથી જે નવો નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં ખરીદનાર વ્યકિતને નુકસાની ન પહોંચે તે માટે ગુણવતાયુકત રમકડા મંગાવવા પર મદાર રાખવામાં આવશે.
કવોલીટી કંટ્રોલનાં સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ સ્ટીલ, કેમીકલ, ઈલેકટ્રોનિક ગુડઝ, ભારે મશીનોની સાથોસાથ પેકેજ વોટર અને દુધની ચીજવસ્તુઓ માટેના ગુણવતા નિયમો બનાવવામાં આવશે. બી.આઈ.એસ.નાં ડાયરેકટર પ્રમોદકુમાર તિવારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી વર્ષ ૨૦૨૧નાં જુન માસથી સોનાનાં ધારાધોરણો અને ગુણવતાના ધોરણોને અમલી બનાવવામાં આવશે. હાલ ૨૬૮ ચીજવસ્તુઓ માટેના બી.આઈ.એસ.નાં માર્કને ફરજીયાત બનાવવામાં આવ્યો છે જયારે અન્ય ચીજવસ્તુઓ માટેની ગુણવતાના ધોરણોને આવનારા સમયમાં મંજુરી આપવામાં આવશે. બી.આઈ.એસ. સ્ટાફ જે આયાતી રમકડાઓની તપાસ કરશે તેનાથી શીપમેન્ટને રોકવામાં નહીં આવે અને સેમ્પલ ટેસ્ટ પણ કરાવાશે. સંપર્ક સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આયાતી રમકડાના કવોલીટી ચેક બે સ્તરમાં કરવામાં આવશે જેમાં બીઆઈએસ સંસ્થાના ઈન્સ્પેકટરો શીપમેન્ટની મુલાકાત લઈ રમકડાઓની ગુણવતાની તપાસ હાથ ધરશે.