કહેવત છે કે ઉતાવળ શો બાહવરા અને ધીરા સો ગંભીર પરંતુ સ્વાસ્થ્ય અને લાભના તારણો સાથે એમપણ કહી શકાય કે ‘ઉજાગરા’ કર બાહવરા અને સુખરૂપ નિંદર અપાવે સુખ તાજેતરમાં આવલે એક સંશોધનના તારણમાં અધુરી ઉંઘ અને ઉજાગરાથી મેદસ્વીતાની સમસ્યા ઉદભવે છે.
માત્ર ચાર જ રાતના ઉજાગરા અને અધુરી નિંદર મેદસ્વીતાનું કારણ બને છે. આ સંશોધનમાં ઉંઘની ખલેલ શરીરની જૈવિક ક્રિયા અને મુળભૂત કાર્યશૈલી પર કેટલીક પ્રતિકુળ અસરો કરે છે.
૧૫ જેટલા સંપૂર્ણપણે સ્વસ્થ વ્યકિતઓને અભ્યાસમાં સામેલ કરવામાં આવ્યા હતા એક અઠવાડિયા સુધી ભરપૂર ઉંઘ માણ્યા બાદ આ માણસોને દસ રાત સુધી સ્લીપલેબમાં ચકાસવામાં આવ્યા હતા જેમાથી પાંચ એવી વ્યકિત સામેલ કરવામાં આવી હતી જેમણે એક રાત દરમિયાન પાંચ કલાકથી વધુ પથારીમા વિતાવી નહ ય અને પ્રયોગ શાળામાં તેમને ઉંચી કલેરીવાળા ભોજન પીરસવામાં આવ્યા હતા. સંશોધકોએ આ વ્યકિતઓના લોહીના નમુના લીધા હતા જેમાં એવું સ્પષ્ટ જોવા મળ્યું કે આવી વ્યકિતઓને ઈન્સ્યુલેન્સ અને હોર્મોનની વધારે જરૂરીયાતો ગ્લુકોઝના લોહીમાંથી વિભાજન માટે પ્રત્યેક કોષમાં વધુ જરૂરીયાત લાગી હતી.
આ અભ્યાસમાં એવું સ્પષ્ટ તારણ નિકળ્યું કે જે લોકોએ પથારીમાં ઓછો સમયગાળો વિતાવ્યો હોય અને પૂરતી ઉંઘ ન લીધી હોય એવા લોકોનાં શરીરમાં ભોજનમાંથી વધુ પ્રમાણમા ચરબી યુકત પદાર્થોનું લોહીમાં ઝડપથી સંક્રમણ થયું હતુ જેનાથી સરેરાશ ઉજાગરા અને ઓછી નિંદર માણનારાઓના વજન ઝડપથી વધવાનું કારણ બની શકે છે. આમ પૂરતી નિંદરથી શરીર ફીટ રહે અને ઉજાગરાથી જાડીયાપણું લાગી જાય તેવું એક ઓજલ તથ્ય બહાર આવ્યું છે.