પર્યાવરણ,વન અને વન્ય સૃષ્ટિ જતન સંવર્ધન અને તેની સુરક્ષા અત્યારે વિકાસવાદ ની આ તેજ રફતાર દોરમાં અનિવાર્ય બની છે ભલે શહેરીકરણ અને ભૌતિક સુવિધાઓ આજે વિકાસ ના માઈલસ્ટોન બની રહ્યા છે પરંતુ સમગ્ર સૃષ્ટિ માનવજીવન અને જીવસૃષ્ટિ માટે વન પર્યાવરણ અને કુદરતી સંપદા રક્ષણ અનિવાર્ય બન્યું છે વિશ્વ પ્રસિદ્ધ એશિયાટીક સિહોની ભૂમિ ગીરમાં વસતા એકમાત્ર એશિયાટીક સિહોની રક્ષા સુરક્ષા અને સંવર્ધન માટે કોઈ કચાસ રાખવામાં આવતી નથી છેલ્લા બે દાયકામાં દરેક વસ્તી ગણતરીમાં સિંહોની સંખ્યા વસ્તી અને તેમની ટેરિટરી વધતી જ જાય છે અને વન્ય સૃષ્ટિને ધડકન ખૂબ જ સારી રીતે થાય છે પરંતુ હજુ ક્યારેક ક્યારેક ક્યાંક એવી ઘટનાઓ પણ બને છે કે તેના પરથી એવો સંદેહઉભો થાય છે કે ગીર અને વનનું રક્ષણ કરવામાં ક્યાંક આપણે ઉણા ઉતરીએ છીએ,તાજેતરમાં જ મધ્ય ગીર વિસ્તાર થી નજીક આવેલા પ્રાચી પાસેથી ગોઠવેલા ફાંસલામાં સિંહબાળ સપડાયા અને સિંહણ એ શિકારી પર હુમલો કરવાની સામે આવેલી ઘટનામાં વન અને ખાસ કરીને ગીર ના જંગલ ની સુરક્ષા વ્યવસ્થામાં ક્યાંક કચાશ રહી જતી હોય તેવો ભાવ ઉભો થયા વગર રહેતો નથી.વન અને વન્ય સંપદા અને પ્રાણીઓના જતન સંવર્ધન આજના યુગમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને આધુનિક સુવિધાઓ સાથે સુરક્ષાકવચ ઉભુ કરવું એટલું બધું અઘરું નથી જેટલું અગાઉના જમાનામાં આપણી ઉપલી પેઢીઓએ જંગલ ની જાળવણી કરીને આપણને આ ભવ્ય વિરાસત વારસામાં આપી છે ગીર નું જતન સારી રીતે થાય છે પરંતુ વન સંપદા અને જીવનનું ખરું જતન વનવાસીઓ જ કરી શકે આગામી આપણી સામાજિક વ્યવસ્થામાં શહેરમાં રહેતા લોકોની જેમ જ વનવાસીઓ નું મહત્વ હતું તમામ યુગમાં રાજ વ્યવસ્થા પણ વનવાસીઓ નું ખાસ મરતબો આવતું હતું અને તેમને વિશેષ અધિકાર આપવામાં આવતા હતા જંગલ અને વન્ય સંપત્તિ પર્યાવરણ માટે અતિ આવશ્યક અને પર્યાપ્ત પરિબળ છેત્યારે તેમની જતન સંવર્ધન અને રક્ષણની વ્યવસ્થા પણ અનિવાર્ય છે અગાઉના જમાનામાં પણ આજની જેમ વનસ્પતિ અને પ્રાણીઓ ની રખેવાળી ની જવાબદારી રાજ વી નીભાવતા હતાવનવાસીઓ આજીવિકા માટે વનસ્પતિ અને પ્રાણી સંપત્તિઓની વિવેકપૂર્વક ઉપયોગ કરવાની કોઠાસૂઝ ધરાવતા હતા ગીરની જ વાત કરીએ તો ગીરના માલધારીઓ સિંહો માટે ઉપયોગી હોય તેવા પશુઓનું પશુ પાલન કરતા હતા તેઓ ક્યારેય પોતાના પાલતુપશુઓનો શિકાર કરવા આવતા સિંહ ને ક્યારેય અવરોધ ઊભા કરતા નહોતા ઊલટાનું સિંહ ગીરના માલધારીઓ ના પશુઓનુ મારણ કરે તો તે દેવત્વ ની સેવા કરવાનું સમજતા હતા જૂના જમાનામાં માલધારીઓ જંગલ વચ્ચે રહેતા હતા પરંતુ ક્યારેય સિહો અને રાની પશુ હોય માલધારીઓ પર માનવ હુમલા કર્યા નહતા માલધારીઓના પશુ અને માલધારીઓ નો પ્રેમાળ સ્વભાવ સિંહો અને વન્ય સૃષ્ટિ માટે સમર્થક બની રહેતું હતું છેલ્લા થોડા દિવસથી ગીરમાં સિંહના શિકાર કરવા માટે ની ટોળકી સક્રિય થઇ હોવાના અહેવાલો મળ્યા છે અને ફાંસલામાં સિંહબાળ ફસાવવાની ઘટના પણ બહાર આવી છે તેવા સમૃદ્ધ વન્ય સૃષ્ટિ ધરાવતા જંગલ પર શિકારીઓનો હોય તે સ્વભાવિક છે ત્યારે ગીર અને સમગ્ર વન વ્યવસ્થ નું સંવર્ધન ખરા અર્થમાં કરવું હોય તો વનમાં વસતા વનવાસીઓને વન સુરક્ષામાં સામેલ કરવા જોઇએ
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હોય તેવું વાતાવરણ બને, ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથમાં આવે.
- શિયાળામાં રોજ આ તેલથી કરો ચહેરાની માલિશ, ચાંદ જેવી ચમકશે ત્વચા
- અંજાર : તાલુકા કક્ષાનો એપ્રેન્ટીસશીપ અને રોજગાર ભરતી મેળો યોજાયો
- શું તમે પણ એક સારા ફોન ની શોધ માં છો, તો આ તમારા માટે
- ભારતીય બંધારણના અંગીકરણના 75 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે બંધારણ દિવસની ગાંધીનગરમાં ગરિમામય ઉજવણી
- હિંમતનગર: ટેકાના સારા ભાવ મળતા હોવા છતાં ખેડૂતો ઓપન માર્કેટમાં વેચી રહ્યા છે મગફળી
- Realme એ એવો તો કેવો ફોન લોન્ચ કર્યો કે જેનાથી તમે પાણી માં ફોટો પાડશો તો પણ ફોટો ક્લીયર આવશે
- લવ બર્ડ્સ મલ્હાર-પૂજા લગ્નના તાંતણે બંધાઇ ગયા,જુઓ સુંદર તસવીરો