ડ્રોનને ઉડાડવા સરકારે ઉત્પાદકો માટે નિયમો બનાવ્યા

ઉડ્ડયન મંત્રાલય દ્વારા નવા ડ્રાફટ મુજબ સરકારે ડ્રોન ઉત્પાદકો અને તેના વપરાશને લઈ નવા નિયમો બનાવ્યા છે જેમાં કંપની અને ડ્રોન ઉત્પાદકોએ નિયમોનું પાલન પૂર્ણત: કરવાનું રહેશે. જે ડ્રોન બનાવનાર ઉત્પાદક માન્યતા ધરાવતા હશે તેઓને જ પરવાનગી અપાશે. ડ્રાફટ મુજબ ઉત્પાદકોએ સૌપ્રથમ ડીજીસીએ એટલે કે ડાયરેકટરેટ જનરલ ઓફ સીવીલ એવિએશનનું સર્ટીફીકેટ લેવુ પડશે. માત્ર ઉત્પાદક જ નહીં પરંતુ ડ્રોનનું નિકાસ કરનાર, ડ્રોનનું વેચાણ કરનાર, ડ્રોનને ઓપરેટ કરનાર અને ડ્રોનનાં માલિકે ડીજીસીએ પાસેથી તેની પૂર્વ મંજુરી લેવી પડશે. આ લોકડાઉનનાં સમયમાં સર્વેલન્સ, ડીસ્ક ઈન્ફેકશન તથા વિડીયોગ્રાફી માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

જયારે બીજી તરફ ડીજીસીએ દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, યુએએસ સિસ્ટમ ધરાવતા ઉત્પાદકો જ ડ્રોનનું ઉત્પાદન કરી શકશે તેવી પણ વાત સામે આવી રહી છે. ડ્રોનને લઈ ઘણીખરી અસમંજસનો સામનો લોકો દ્વારા કરવો પડી રહ્યો છે. ડ્રોનનો ઉપયોગ માત્રને માત્ર સર્વેલન્સ અર્થે નહીં પરંતુ અનેકવિધ કાર્યો માટે પણ એટલા જ અંશે ઉપયોગી સાબિત થઈ શકે છે. ૨૧મી સદીમાં ટેકનોલોજીનો મહતમ ઉપયોગ કરી અનેકવિધ ચીજવસ્તુઓ મેળવી શકાય તે હેતુસર ડ્રોનને જો પરવાનગી આપવામાં આવે તો ઘણા પ્રશ્ર્નોનું નિવારણ પણ ત્વરીત થઈ શકશે. માત્રને માત્ર જરૂર છે કે સરકાર ડ્રોનને લઈ કુણુ વલણ અપનાવે.

આ મુદાને ધ્યાને લઈ સરકાર દ્વારા ડ્રોન ઉપયોગ માટે નવા ડ્રાફટ નિયમોને પણ અમલી બનાવ્યો છે. સાથોસાથ સરકારે એ વાતની પણ સ્પષ્ટતા કરી છે કે, યુ.એ.એસ. ધારાધોરણ પ્રમાણે બનાવેલા ડ્રોનની ચકાસણી ડીજીસીએ  દ્વારા પણ થઈ શકે છે તથા તેની મેઈન્ટેનન્સને લઈ ડીજીસીએની પરવાનગી લેવી એટલી જ આવશ્યક છે. યુ.એ.એસ.સિસ્ટમ વગરનાં ડ્રોનને ભારતમાં ઉડાડવા ન દેવાની પણ સુચના કરવામાં આવી છે જેમાં થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પોલીસી સહિત તમામ મુદાઓને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા છે. ડીજીસીએ દ્વારા જાણ કરવામાં આવેલા પે લોડનો જ ઉપયોગ ડ્રોન માટે કરવાનો રહેશે. અન્યથા તેને પૂર્ણત: મંજુરી આપવામાં નહીં આવે. આ તમામ મુદાઓને ધ્યાને લઈ એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે, સરકાર હાલ ડ્રોનનો વ્યાપ વધારવા માટે કાર્યરત બની છે.

સરકારનાં જણાવ્યા મુજબ ડ્રોનમાં ઘણા પ્રકારો અને તેની ઘણી કેપેસીટીથી વિપરીત જોવા મળતા હોય છે પરંતુ પબ્લીકમાં ૨૫૦ ગ્રામનાં વજનથી ઓછા વજનવાળા ડ્રોનને જ પબ્લીકમાં ઉડાડવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે. સાથો સાથ હેવી ડ્રોન જેવા કે ડીએસપી, એબીએચ જેવા ડ્રોન માટે રીમોટ પાયલોટ ઓપરેટર કવોલીફાઈડ હોવો પણ એટલો જ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.