ખેડૂતોને મગફળી ટેકાના દરે રૂ.૯૦૦ને બદલે માત્ર રૂ.૬૦૦નો જ ભાવ મળે છે
ખંભાળિયા તથા દ્વારકા જીલ્લામાં ખેડૂતોની મગફળી ટેકાના ભાવથી વેચાણ લેવા માટે ગુજરાત સરકાર દ્વારા જે પઘ્ધતિ અપનાવવામાં આવી છે તે તદન ડિંડક જેવી જેમાં ખેડુતોએ મોટાભાગે નિરાશ થવુ પડતુ હોવાનો દ્વારકા જીલ્લા મહામંત્રી દેવુભાઈ ગઢવી દ્વારા જાહેર આક્ષેપ કરવામાં આવ્યો છે.
મળતા અહેવાલ પ્રમાણે સરકાર દ્વારા આ બંને તાલુકાના માર્કેટીંગ યાર્ડમાં મગફળી વેચાણ માટે જે કેન્દ્ર શરૂ કરવા જોઈએ તેની જગ્યાએ ભાજપ સરકારે માર્કેટયાર્ડ બહાર મગફળી કેન્દ્રો શ‚ કરાવ્યા છે. જેથી ઘણા સવાલો ઉભા થયા છે. ત્યારે ટેકાના ભાવથી મગફળી ખરીદ કરવામાં અંદરવાની વાત એ છે કે આવા પ્રાઈવેટ કેન્દ્રો દ્વારા મોટાભાગના ખેડુતો આગળથી સાત બાર તથા આઠ બારના દાખલા લઈ લેવામાં આવે છે અને હૈયાધારણા આપવામાં આવે છે કે વારો આવશે એવો આપને ફોન કરીશું.
મોટાભાગના ખેડુતોને ફોન કરવામાં આવતા નથી ત્યારે બીજી તરફ ખેડુત ખુલ્લા બજારમાં માંડવી વેચાણ કરવા જાય છે તો ટેકાના રૂ.૯૦૦ની બદલે માત્ર રૂ.૬૦૦ જેટલો ભાવ મળે છે એટલે ખેડુતોને રૂ.૨૦૦ થી ૩૦૦ હાથમાંથી સરી જાય છે. બારાડી પંથકમાં મગફળીનું વાવેતર વધુ હોય ત્યારે આ તાલુકાઓમાં માત્ર ને માત્ર એક કેન્દ્રથી ચાલે નહીં. બે કેન્દ્રો તાલુકા વાઈઝ ગોઠવવા પડે ઉપરાંત ગુજરાત ભાજપ સરકાર દ્વારા મગફળી વેચાણમાં કોઈ મુશ્કેલી પડે તો ફરિયાદ કેન્દ્રો શ‚ કરવા જણાવ્યું હતું.