કોઇપણ વસ્તુનો અમર્યાદિત ઉપયોગ શરીર ઉપર ચોકકસ રીતે અસર કરે છે, આયુર્વેદ નિષ્ણાંતની અબતક સાથે ખાસ વાતચીત

અબતક ચાર્ય પે ચર્ચા શોમાં આવેલ પરેશ પટેે હળવી વાતચીતો કરી હતી.

પ્રશ્ર્ન:- આપ આયુર્વેદ તરફ લોકો વળી રહ્યા છે અને આયુર્વેદ પ્રત્યે લોકોને જાગૃતતા આવી છે તમે શું કહેશો.

જવાબ:-આયુર્વેદએ જળમુળથી રોગોને મટાડી શકે છે. જેથી લોકો હવે આ બાબતે જાગૃત થયા છે અને આયુવેદ તરફ વળી રહ્યા છે. અને હું લોકોને હંમેશા આર્યુવેદ તરફ વળી રહ્યા છે. અને હું લોકોને હંમેશા આયુર્વેદ દવાઓ લેવાની સલાહ આપતો હોય છું. કારણ કે તેની કોઇ સાઇડ ઇફેકટ નથી અને રોગનો મુળમાંથી સંપૂર્ણ પણે નાશ કરે છે. વધુમાં તેઓએ જણાવ્યું કે લોકો વારંવાર બીમાર પડતા હોય છે. ત્યારે તેઓ જલ્દી સાજા થઇ જવા માટે એલોપેથી દવાઓનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ જો રોગને જળમુળમાંથી નાશ કરવો છે તો લોકોએ આયુવેદની દવા કરવી જોઇએ. કેમ કે એલોપેથી દવા રોગને કંટ્રોલ કરે છે. પરંતુ આયુર્ર્વેદીક દવા રોગનો નાશ કરે છે. જેથી લોકોમાં આયુર્વેદ માટે જાગૃતતા આવી છે.

પ્રશ્ર્ન:-ફાસ્ટ ફંડનો જમાનો આવ્યો છે ત્યારે લોકો ખુબ જ બીમાર પડી રહ્યા છે તો લોકોએ કેવો ખોરાક લેવો જોઇએ.

જવાબ:-મારા મતે અને આયુર્વેદ હંમેશા એવું કહે છે કે જેટલું સાદુ ખાવ એટલા સાજા રહો લોકો કેટલું ખાય છે તે મહત્વનું નથી પરંતુ કેવું ખાય છે તે મહત્વનું છે અને સાથે સાથે કસરત પણ શરીર માટે એટલી જરુરી છે અને કામ પણ એટલું જરુરી છે. જેથી પાચન ક્રિયા વધે અત્યારે જેટલા પણ યંગ સ્ટર્સ છે તેઓની જીંદગી બેઠાળીથઇ ગઇ છે. અને સવારે ઘરની બહાર નીકળે એટલે સૌથી પહેલા સેલ્ફ માટે બાઇક સ્ટાર્ટ કરે હવે લોકોને કિક મારીને પણ બાઇક સ્ટાર્ટ કરવાની આળસ છે. આજના યંગ સ્ટર્સ જીમ જોઇન્ટ તો કરે છે પરંતુ એ સ્ટેટસ માટે કરે છે. અને થોડા સમયમાં છોડી દે છે. પુરુ વર્કઆઉટ પણ કરતા નથી. આપણે લોકો વોક પણ કરતા નથી. સામે મગજ પર ડબલ સ્ટ્રેસ આપીએ છીએ. જેના કારણે પાચન થતું નથી. ખોરાકનું અને લોકો બીમાર પડે છે અને પછી દવાઓ ખાઇને હેરાન થાય છે.

હવે જો ખોરાકની વાત કરું તો ફાસ્ટ ફુડનો ટ્રેન્ડ છે. તો ફાસ્ટ ફુડ ખાવાનું પણ સ્વાદ પુરતુ પણ અત્યારના જુવાનો ફાસ્ટ ફુડને જમ્યાની જેમ ખાય છે. જો સાટા ખોરાકની વાત કરું તો સવારની શરુઆત ઘી, ગોળ અને રોટલાથી થવું જોઇએ. અને દિવસ પૂર્ણ ઘી અને ખજુરથી થવું જોઇએ જેથી શરીરની તંદરસ્તી જળવાઇ રહે અને તાકાત માટે તેની સામે કસરત પણ એટલી જ જરુરી છે.

પ્રશ્ર્ન:- સાયન્સનું કહેવું છે કે અમુક અમુક કલાકોના અંતરે ખોરાક લેવો જોઇએ આ બાબતેુ તમારું શું માનવું છે.

જવાબ:-ટેકનોલોજી એમ કહે છે કે ૨-૨ કલાકના અંતરે ખાવ પણ ઓછું ઓછું ખાવ પણ સામે આયુર્વેદનું એમ માનવું છે કે મશીનને થોડો આરામ પણ આપો. આપણે જે પણ ખોરાક ખાઇએ છીએ તે અઢી થી ત્રણ કલાકે ખોરાક હોજરીમાંથી પચી શકે છે. પરંતુ હજુ પાચનક્રિયા થઇ નથી. ત્યાં તમે બીજું નાખો તોતે નુકશાનકારક છે.

આયુર્વેદની પઘ્ધતિથી જો વાત કરું તો સવારે ઉઠીએ છીએ ત્યારે આપણે લીમડાનું કે બાવડનું દાતણ કરવું જોઇએ. જેથી દાંતની મજબુતી જળવાઇ રહે અને પાયોરીયા નથી થતા. પછી નાસ્તો કરીએ ત્યારે ઘી ગોળની સાથે રોટલો, રોટલી કે બીજી કંઇ વસ્તુ લઇ શકાઇ. જેથી શરીરમાં એનર્જી જળવાઇ રહે… બપોરના સમયની વાત કરીએ તો બપોરે ભાવે તેટલો ખોરાક લેવો જોઇએ. દાળ, ભાત, શાક, રોટલી વગેરે..

હવે જયારે સાંજના ખોરાકની વાત આવે ત્યારે ખુબ જ હલકો ખોરાક લેવો જોઇએ જેમ કે ખીચડી, કઢી, ખીચડી, દુધ, વગેરે જેવી વસ્તુઓ લેવી અને ત્યાં સુધી ભારે ખોરાક કોપણ જાતનો લેવો ના જોઇએ. અને કયારેક જો બપોરે અતિશેય ભારે ખોરાક લેવાઇ ગયો હોય તો સાંજે અપવાસ કરાય તેવું મારુ માનવું છે. અને જેમ પહેલાના લોકો સાંજે ૭ થી ૮ વાગ્યાની વચ્ચે જમી લેતો તેમ જમી લેવું જોઇએ જેથી પાચન ક્રિયા સંપુર્ણ રીતે અને સાર થાય.

પ્રશ્ર્ન:- અત્યારે સૌથી મોટો લોકોનો પ્રશ્ર્ન એ છે કે વધતું જતું પેટ આ વિશે શું કહેશો?

જવાબ:- વધતું જતું પેટ તેનું મુખ્ય કારણ અત્યારના ખોરાક લોકોના ખોરાક જ ખુબજ ખોટા થઇ ગયા છે. અને તેની સામે કસરત, કાર્ય કેટલું કરે છે અને આરામ કરવાની સીસ્ટમને કેટલા લોકો ફોલો કરે છે જો તમે આ સીસ્ટમને ફોલો કરશો તો ચોકકસ પણે સુધારો પણ આવશે. અને પેટ વધવાની સમસ્યા માંથી પણ બચી શકાય છે.

પ્રશ્ર્ન:- ડાયાબીટીશ થવાનું મુખ્ય કારણ કયાંક એવું છે કે ટેન્શનવાળી લાઇફ તો આ કેટલા અંશે યોગ્ય છે.

જવાબ:-  ડાયાબીટેશ અને ટેન્શનને એક બીજાના ખાસ મિત્ર માનવામાં આવે છે. કેમ કે આજે લોકો મગજ પર ખુબ જ ભાર આવે છે જેથી ટેન્શન વાળી લાઇફ જીવે છે અને જેના કારણે ડાયાબીટીશ આવે છે.

આથી સાથે સાથે ખોરાક પણ ડાયાબીટીશના રોગનું મુખ્ય કારણ છે. ડાયાબીટીશએ શરીરમાં પડેલો ખોરાક જયારે પાચન નથી થતો થતો ત્યારે થાય છે.

પહેલા આપણે ગોળનો ઉપયોગ  કરતા હતા જયારે હવે આપણે ખાંડ તરફ વળ્યા છીએ. ખાંડ ખરાબ નથી. પણ તેની મર્યાદા છે. કોઇપણ વસ્તુની અમર્યાદીત ઉપયોગ તેની મર્યાદા ઓળગો ત્યારે તે ખરાબ રીતે અસર કરે છે. જેથી ખોરાકના કારણો નુકશાનકારક બને છે. ફુડ હેબીટ પણ નડે છે જેવી રીતે મશીનને પણ આરામ આપીએ છીએ એમ માણસે પણ પુરતો આરામ લેવો જોઇએ.

પ્રશ્ર્ન:- લોકોમાં કીડનીના રોગોની સમસ્યાઓ વધી રહી છે. લાગે છે કે કુદરતે આપેલી બે કીડની ઓછી પડે છે તેના વિશે શું કહેશો?

જવાબ:-નેનોટેકનોલોજી તો હવે આવી પણ માઇકોટેકનોલોજી તો હજારો વર્ષો પહેલા બની ચૂકી હતી. તેની કોઇને જાણ નથી. કારણ કે તે સમયના અનુમાન મુજબ જ નિર્ણય લઇ શકાય છે. એક હજાર ગણુ પર્દાથ હોય તેને એક ગ્રામમાં લાવવાની પ્રક્રિયા એટલે નેનો કુદરતે તો આપણા શરીરમાં ઘણી બધી નેનોટેકનોલોજી ગોઠવી છે. કીડનીનું કદ આપણી એક મુઠ્ઠી જેવડું હોય છે.

પ્રશ્ર્ન:- કિડનીની અંદર નેફોન શું છે?

જવાબ:- નવ લાખથી બાર લાખ નેફોન કિડનીમાં હોય છે. કિડનીનું ચિત્ર મૂકીને તેમાં જેટલા ડોસ કરી શકાય તેટલાને ફોન હોય છે. જે દોઢ ઇંચની સાઇઝના સામાન્ય રીતે હોય છે. નેફોન સો ટકા જીવતા હોય છે. નેફોન ઉપર જેટલું દબાણ આવે છે, તેટલા નેફોન સંડોચાય છે અથવા તો બંધ કે જામી જાય છે. કિડની એેટલે શરીરનો ફીલ્ડર પ્લાન, ફિલ્ટર પ્લાનને ચાલતો રાખવા માટે આપણે પણ ચાલવાની સાથે પાણીની આદત કેળવવી ખુબ જ જરુરી છે. ઘણા લોકો ખુબ જ ઓછું પાણી પિતા હોય છે.

કીડની મા બે ત્રણ વસ્તુઓ છે ખરેખર કીડનીની જરુરીયાત એક જી જ હતી પરંતુ બે એટલા માટે કે વર્કલોડ ન પડે અને કીડનીને આરામ મળે તે પછી એક ખરાબ થઇ જાય તો બીજીથી કામ ચાલી જાય એટલા માટે બે કીડની આપી હશે તેવું મારું માનવું છે.

પ્રશ્ર્ન: પાણીની સિધી અસર કીડની પર થાય છે. તો દિવસ દરમિયાન કેટલું પાણી પીવું જોઇએ?

જવાબ:- જરુરી તરસ લાગે ત્યારે પીવા પરંતુ પાણીનો ઓવરડોઝ ન કરવો, દિવસ દરમિયાન બે થી ત્રણ લીટર પાણી પીવામાં આવે તો તંદુરસ્તી સારી રહે છે આમ જોઇએ તો શીરરમાં ૭૦ ટકા પાણી આપણે જેટલું પાણી શરીરમાંથી બહાર કાઢીએ તેટલું પાણી શરીરમાં ઉમેરવું

જોઈએ દરરોજ દિવસ દરમિયાન પાંચથી છ કિ.મી. વોકીંગ કરવું જોઈએ અને એટલે જ ૩ થી ૪ લીટર પાણી શરીરને જોઈએ

પ્રશ્ર્ન: કામના સમયે બાથરૂમ જવાનું ટાળતા હોઈએ છીએ તો તે શું ખરેખર કીડનીને નુકશાન કરી શકે છે?

જવાબ: જયારે વેપાર ઉધારીથી તુટે તેમ પેશાબ અને હિસાબ ચોખ્ખો હોવો જોઈએ. જેટલો હિસાબ ગોબરો તેટલો વેપારમાં નુકશાન અને જેટલો પેશાબ ગોબરો તેટલુ શરીરને નુકશાન પેશાબ રોકી રાખવાથી માત્ર કીડની ને જ નહી પરંતુ શરીરના અન્ય અવ્યવોને પણ નુકશાના થાય છે. બ્લડ પર પણ તેની અસર થાય છે. પાણી પીવું જોઈએ તેવી રીતે જ યુરીન જવું જ જોઈએ.

પ્રશ્ર્ન: ડાયાબીટીસ અને કીડનીની સમસ્યાથી કેવી રીતે બચી શકાય?

જવાબ: ડાયાબીટીસમાં લગભગ દરરોજ સાતથી આઠ કિ.મી. વોકીંગ કરવું જોઈએ. જેમ સુગર ઘટતુ જાય તેમજ ઈન્સ્યુલીન કે ટેબલેટ પણ ઘટાડતી જવી વોકીંગથી વગર દવાએ સુગર નીકળી જાય છે. જયારે કીડનીની વાત કરીએ તો પોતાની આળસ, ખોરાક, એ કીડનીની બિમારીને નોતરે છે. ખોરાકમાં તંદુરસ્તી રહી નથી. ખેતીમાંજે દવાઓ છાટવામાં આવે છે તે યોગ્ય નથી તે ઝેર સમાન છે. કીડની ફેલ થવામાં આ દવાઓ મહત્વની જવાબદારી નિભાવે છે. શરીરમાં ગયા પછી ફિલ્ટર તો શરીરે જ કરવાનું હોય છે. અને આ દવઓ શરીરમાં એસીડનું કામ કરે છે. અને શરીરને નુકશાન કરે છે ઓર્ગેનીક વસ્તુઓ જોવા મળતી નથી શહેર કરતા ગામડાના દર્દીઓ મારી પાસે વદુ આવે છે. અને કહે છે કે બિમારી પાછળ ઘર ધોવાઈ ગયુ સારામાં સારા ડોકટરની ટ્રીટમેન્ટ લીધી હોવા છતાં સાજા નથી થવાતું ખેતીની દવાની એવી અસર થઈ ગઈ છે કે કીડનીની મેડિકલ સાયન્સ પાસે પણ કોઈ ઓથેન્ટીક દવા રહી નથી જે કીડનીને રીબેક કરી શકે. મેડીકલ સાયન્સ પાસે એવી દવા પણ નથી કે તે કીડનીને બગડતી રોકી શકે છે.

ડોકટર્સ પણ સોડાબાયકાર્બ વાળી દવાઓદર્દીઓને આપે છે. જયાં જરૂર પડે ત્યાં આયુર્વેદનો સહારો લેવો જોઈએ કીડનીનો ઈલાજ આયુર્વેદમાં છે.

પ્રશ્ર્ન: આયુર્વેદ લાંબા સમયે સચોટ નિદાન આપે છે. આ અંગે શું કહેશો?

જવાબ: કોઈપણ દર્દને જડ મૂળથી રિપેર કરવું છે તો તેને સમય આપવો જ પડે અલોપેથી ને સાથે રાખને આયુર્વેદની દવા કરવી જોઈએ. રોગને કંટ્રોલમાં રાખી મટાડવાની પણ આયુર્વેદમાં લાંબા સમય નું નિદાન થાય છે ખરેખર તે વાત સાવ સાચી નથી આયુર્વેદમાં પણ ઘણા બધા વિભાગો છે. પહેલા ઉકાળાપધ્ધતિથી ઈલાજ થતો જે પણ અત્યાર ટેકનોલોજી એટલી ફાસ્ટ થઈ ગઈ છે. એલોપેથીમાં જે વ્યકિત પાંચ સાત વર્ષથી ઈલાજ કરાવી રહી હોય તેને આયુર્વેદ દ્વારા ૧૫ દિવસમાં જ યોગ્ય રીઝલ્ટ મળ્યાના પુરાવા મારી પાસે છે. તો તે ખરેખર ધીમીગતિ કહેવાય કે સ્પીડ કહેવાય. આયુર્વેદમાં આવડત અને યોગ્ય દવા હોય તો સારામાં સારી.

પ્રશ્ર્ન: તમે જે ટ્રીટમેન્ટ આપો છો તે કેવી રીતની હોય છે. અને ડોકટર તરીકે તમે જો જ પેસન્ટ સાથે ફોન પર વાત કરો છો તે વાત કેટલી સાચી છે?

જવાબ: હું મારા કલીનીકમાં સંચાલક તરીકે જ કામ ક‚ છું સંચાલકનો મતલબ ૨૪ કલાક એકટીવ રહેવું કોઈ દર્દી ડોકટરને કયારે ફોન કરે જયારે તકલીફમાં હોય ત્યારે અને એટલે જ હું મારી આ નૈતિક ફરજ બજાવું છું પેસન્ટ ડોકટરને ભગવાન માને છે. અને તે તકલીફમાં હોય ત્યારે જ ફોન કરે છે. માટે હું મારા પેસન્ટ સાથે સીધી વાત કરૂ છું જેથી તેને આશ્ર્વાસન અને સલાહ મલી જાય છે.

પ્રશ્ર્ન: અત્યાર સુધીમાં ડાયાલીસીસમાંથી કેટલા પેસન્ટ મુકત કરાવ્યા

જવાબ: મારી પાસે તેની આંકડાકીય માહિતી તો નથી પરંતુ એટલુ કહી શકીશ કે અમે જયારે સોફટ પેસન્ટનો રેશ્યો કાઢીએ છીએ ત્યારે એવું જાણવા મળે છે કે ૧૦૦માંથી ૯૫/૯૭ પેસન્ટને સારી રાહત હોય છે. મારા કલીનકમાં દર્દીઓ સાજા થવાનું સૌથી મહત્વનું પરિબળ સરકાર માન્ય યોગ્ય દવાઓનો ઉપયોગ અમે કરીએ છીએ. જરૂરીયાતથી વધુ દવા નથી આપતા સ્ટાંડર્ડ સીલબંધ આયુર્વેદીક દવાઓનો જ ઉપયોગ કરો અમે ટેકનીકલી ડાયાલીસીસ બંધ કરાવીએ છીએ ૭૦૦ ગ્રામ પાણી થી નીચે જાય ત્યારે જ ડાયાલીસીસ ઓછો કરાવી એ છીએ. જેટલું વોકીંગ વધારે તેટલું ઠડાયાલીસીસ ઓછુ વર્ક અને વોક પર મહત્વ વધારે આપવું ટુ કલીનીકનાં સંચાલક તરીકે કહુ છું કે હોસ્પિટલ એક વેપાર નથી પરંતુ દર્દીને સાજા કરવા પર મહત્વ આપો.

પ્રશ્ર્ન: આપ સોમ, મંગળ, બુધ કાર્યરત હોવ છો અને પછીના ચાર દિવસ આવેલા દર્દીઓને માર્ગદર્શન આપો છો એના વિષે આપ શું કહેશો.

જવાબ: હું નાનપણથી કવોલીટીને માનનાર છું કોન્ટીટીને નહી હુ ગ્રાસરૂટમાંથી આવુ છું અને મારા માતા અન્ય ના ઘરે કામ કરી અમા‚ પેટ ભરતા મને પહેલેથી જ સારી વસ્તુ હોય તો જ ખાતો અને જો ન ભાવે તેવી હોય તો ભૂખ્યો રહેતો એટલે હું કવોલીટીને મહત્વ આપતો તેવી રીતેજયાં સુધી તમે જે કાર્યકરો છો તેમાં ફ્રી સમય કેટલો આપો છો તો આવા ફ્રી સમયનો સદઉપયોગ કરૂ છું મે મારા કાર્યને જો વિષયમાં હતો તે વિષયમાં સારી કવોલીટી લાવી શકુ તેવો મારો પ્રયત્ન હોય છે. ત્રણ દિવસ હું મારા કિલનીકમાં હોઉ જ છું મને અને મારા ડોકટરોને ફી સમય એટલા માટે આપું છું કે તેમને વિચારવાનો સમય મળે કે જે પેસેન્ટ આપણી પાસે આવ્યા તેમને વધુ સારી સવલતો કેવી રીતે આપી શકાય અને આવા ફ્રી સમયમાં દવાઓનું સંશોધન પણ કરી શકાય.

મારૂ માનવું છે કે પૈસા માટે નહી કર્મ માટે કામ કરવું જોઈએ.

પ્રશ્ર્ન: દર્શકમિત્રો ને શું સંદેશ આપશો? આયુર્વેદની જાગૃતિ અંગે શું કહેશો?

જવાબ:આયુર્વેદમાં જાગૃતતા આવી છે તે સારૂ  છે. અગાઉ ૫૦-૬૦ વર્ષ આપણે આયુર્વેદને છોડયું તેનો લાભ આપણે જોઈ શકીએ છીએ આયુર્વેદ નો જન્મ વનસ્પતિના જન્મ સાથે જ થયો છે. ઋષીમૂનીઓના જ્ઞાનને કારણે ટેકનોલોજી વગર સાજા રહી શકતા હતા. રોજ કંઈકને કંઈક વનસ્પતિનો ઉપયોગ કરો રોજ તુલસીના પાન કાઓ આડઅસર કરતી દવાઓ ને લેવાનું ઓછુ કરો અને આયુર્વેદ દવાઓ તેમજ વનસ્પતિઓનં સેવન કરો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.