કોંગ્રેસ, વિપક્ષોને આડે હાથ લેતા કૃષિ મંત્રી
કૃષિ કાનુનમાં ખોટું શું છે? તેવું અમે ખેડૂતોને સતત પૂછતા રહ્યા કોઇએ જણાવ્યું નહીં: રાજયસભામાં કૃષિ મંત્રીનો જવાબ
દુનિયાભરમાં ખેતી પાણીથી થાય છે. પણ લોહીથી ખેતી માત્ર કોંગ્રેસ જ કરી શકે તેમ કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે રાજયસભામાં જણાવાયું હતું.
રાજયસભામાં કૃષિ મંત્રી તોમરે સરકારનો પક્ષ રજુ કરી જણાવ્યું હતું કે અમે ખેડૂતો સાથે સતત વાતચીત કરી રહ્યા છીએ અને પૂછી રહ્યા છીએ કે કૃષિ કાનુનોમાં ખોટું શું છે? પણ કોઇ ખોટું બતાવી શકતા નથી. અમે સુધારા કરવા તૈયાર છીએ એનો મતલબ એ નથી કે કૃષિ કાયદા ખોટા છે. કૃષિ મંત્રીએ કહ્યું કે, કૃષિ કાનુનોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે પણ એમાં ખોટું શું છે એ કહેવા કોઇ આગળ આવતું નથી.
નવા કૃષિ કાયદા મુજબ ખેડૂતો પોતાની ખેત ઉપજ ગમે ત્યાં વેચી શકે છે જો એપીએમસી બહાર વેચાણ થશે તો કોઇપણ પ્રકારનો ટેકસ નહીં લાગે.કૃષિ મંત્રીએ જણાવ્યું કે કેન્દ્ર સરકારનો કાયદો રાજય સરકારનો ટેકસ ખતમ કરે છે જયારે રાજય સરકારનો કાયદો ટેકસ દેવાની વાત કરે છે.તેમણે જણાવ્યું કે હકિકતમાં જે ટેકસ લેવા માગતા હોય તેની સામે આંદોલન કરવું જોઇએ તેના બદલે અહીં ઉલ્ટી ગંગા વહેતી હોય તેવો તાલ છે.કૃષિમંત્રીએ જણાવ્યું કે અમે ખેડુત સંગઠનો સાથે 1ર લાખ વાતચીત કરી અને અમેતેમની સામે કંઇ કહ્યું નથી અને વારંવાર એમ કહ્યું કે તમે કાયદામાં શું ફેરફાર કરવા ઇચ્છો છો એ અમને જણાવો.
તેમણે વધુમાં જણાવ્યું કે ફકત એક જ રાજયના ખેડૂતોને ભટકવામાં આવે છ અને ખેડૂતોને ડરાવવામાં આવી રહ્યા છે. ખેતી પાણીથી થાય છે પણ અહીં તો ફકત કોંગ્રેસ જ છે જે લોહીથી ખેતી કરી રહી છે.અમે જે કાયદા કર્યા છે એ મુજબ જો ખેડૂતો ઇચ્છે તો કોન્ટ્રાકટર ફાર્મિગથી ગમે ત્યારે અલગ થઇ શકે છે.
ખેડુતોની આવક બમણી કરવા સરકાર કટિબઘ્ધ: કૃષિ મંત્રી
કૃષિ મંત્રીએ જણાવ્યું કે કૃષિ ક્ષેત્ર,માં અમે ખુબ કામ કર્યુ છે અને ખેડૂતોની આવક બમણી કરવાના અમારા પ્રયાસો છે. અમે 10 કરોડથી વધુ ખેડૂતોને રૂ. 1.15 લાખ કરોડ તેમના ખાતામાં જમા કર્યા છે.
એનસીઆરમાં શનિવારે ત્રણ કલાકનો ચકકાજામ
મોદી સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં ચાલતા ખેડૂત આંદોલનમાં શનિવારે બપોરે 1ર થી 3 દરમિયાન દિલ્હીને બાદ કરી એનસીઆર વિસ્તારમાં ખેડૂત સંગઠનો દ્વારા ચકકાજામ કરવાની ચીમકી અપાઇ છે. ખેડૂત આંદોલનમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટી તંત્ર તૈયારી શરુ કરી દીધી છે.