શનિદેવ નવગ્રહમાનો એક ગ્રહ અને ગ્રહોનો અધિપતિ: શનિ મહારાજ કોઈને નડતા નથી, માનવીના કર્મની સજા આપવાનું શિવજીએ શનીદેવને સોપ્યું એનું પનોતી: આજે સોમવતી અમાસ અને શનૈશ્ર્વર જયંતિનો વિશેષ સંયોગ: દાનનો મહિમા
સોમવતી અમાસ અને શનૈશ્ર્વર જયંતિના વિશેષ સંયોગે દ્વારકા જિલ્લાના હાથલા ગામ કે જયાં શનીદેવનું જન્મસ્થળ મનાય છે ત્યાં ‘અબતક’ની ટીમે દર્શનાર્થે મુલાકાત લીધી હતી ત્યારે શનીદેવ જન્મસ્થળ, પનોતી અને શનિદેવના પ્રભાવ અંગે પુછાયેલા પ્રશ્ર્નો અંગે શનીદેવ જન્મ સ્થળના પુજારી વષંતપુરી ગોસાઈ એ વિશેેષ માહિતી આપી હતી.
શનીદેવ નવગ્રહમાનો એક ગ્રહ છે શનીદેવને નવગ્રહોના આધિપતિ બનાવ્યા શની મહારાજને દાનવ-માનવ જે કાર્ય કરે તેવું ફળ આપવાનું શિવજીએ કાર્ય સોપ્યુંં: માનવીને કઈ પણ પ્રકારનું દુ:ખ પડે ત્યારે શની મહારાજને આપણે યાદ કરીએ છીએ શની મહારાજ કોઈને નડતા નથી. પરેશાન આપણને આપણા કર્મો કરે છે. શની મહારાજ આપણને આપણા કર્મની સજા આપે છે.
આ સ્થળ ઉપર આજથી પાંચ હજાર વર્ષ પહેલા નજરો નજર મહાભારતનું યુધ્ધ જોનાર ઋષિ ના મતે આ સ્થળેશની મહારાજની પૂજા પ્રસંશા કરી સ્થાપના કરી એટલે શની મહારાજની શુભકર્તા સવારી છે. હાથીની સવારી શની મહારાજ પાસે આવે એટલે સર્વ દુ:ખનો નાશ થાય છે. શની મહારાજનું અહી પ્રાગટય થયું છે. એમનું પહેલુ પુજન હાથલા ગામે થયું એથી આપણે હાથલા ગામને શની મહારાજના જન્મ સ્થળ તરીકે ઓળખીએ છક્ષએ. શિંગળાપુર એ કર્મભૂમિ છે. શિંગળાપૂરમાં શની મહારાજ ઉપરની શ્રધ્ધાથી આજે પણ ચોરી થતી નથી.
શની મહારાજ એકદમ શાંત દેવ છે. વક્રદ્રષ્ટિ એટલે કર્મની સજા શની મહારાજની પૂજાથી કર્મની સજામાંથી મૂકિત મળે છે. શનીવાર અને મંગળવાર આ બે દિવસોનું અહી વધુ મહત્વ છે. આડા દિવસોએ પણ અહી ભાવિકો આવે જ છે.શનીવાર શની મહારાજનો પ્રિય દિવસ છે. શનીદેવની મૂર્તિ ઉપર માત્ર નજર પડી જાય તો પણ આપણી પનોતી દૂર થાય છે.
શની મહારાજના આ જન્મ સ્થળ હાથલાની જગ્યાનો વિકાસ થવો જોઈએ. સુવિધામા વધારો થવો જોઈએ. શની મહારાજ અહીં સ્વયંભૂ પ્રગટેલા છે. તેના દર્શન માત્રથી આપણી પનોતી-દુ:ખ દૂર થાય છે. હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે નવ ગ્રહોના અધિપતિ અને ન્યાયના દેવતા ગણાતા શનિદેવની જન્મજયંતી આજ સોમવારે વૈશાખ વદ અમાસ નિમિત્તે ઉજવાઇ રહી છે.તેમાં પણ આ વર્ષે સોમવતી અમાસ અને શનૈશ્વર જયંતીનો વિશેષ સંયોગ જોવા મળ્યો છે. કોરોના કાળને પગલે બે વર્ષ પછી શનિ અને હનુમાન મંદિરોમાં શનિ જયંતીની રંગારંગ ઉજવણી થઈ રહી છે.
રવિવારે બપોરે 2.57 વાગ્યાથી અમાસની તિથિ શરૂ થઇ છે, પરંતુ સૂર્યોદય તિથિમાં સોમવારે શનિ જયંતીની ઉજવણી કરાઇ હતી. દરમિયાન શનિ ગ્રહના દાન માટે સાંજે 5 વાગ્યા સુધીનું મુહૂર્ત શ્રેષ્ઠ હોવાનો મત જ્યોતિષી આપી રહ્યા છે. હિન્દુ પંચાગ પ્રમાણે વૈશાખ વદ અમાસના રોજ શનિદેવનો જન્મ થયો હતો. ધાર્મિક માન્યતા પ્રમાણે શનિદેવ કર્મનું ફળ આપે છે. શનિ જયંતી નિમિત્તે શનિદેવની પૂજા-અર્ચનાથી શુભ ફળ મળે છે. ખાસ કરીને શનિની પનોતી ચાલતી હોય કે પછી શનિદોષ હોય તેમના માટે શનિ જયંતી મહત્વની સાબિત થાય છે. સોમવારે પિતૃઓના તર્પણ માટેની સોમવતી અમાસ સાથે જ શનિ જયંતીની પણ ઉજવણી કરાઇ રહી છે. દરમિયાન શનિ મંદિરો, હનુમાન મંદિરો અને મહાદેવના મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો, અનુષ્ઠાનનો દૌર જોવા મળી રહ્યો છે આ વર્ષે કોરોના નિયંત્રણો હટી જતાં
સોંરાષ્ટ્ર ભર ના મંદિરોમાં હવન, ભંડારો, સુંદરકાંડ સહિતના આયોજનો કરાયા છે. જ્યોતિષીઓના જણાવ્યાનુસાર, સોમવારે શનિ જયંતી નિમિત્તે શનિ મંદિરો, હનુમાન મંદિર, નવ ગ્રહોના મંદિરમાં પૂજા-આરતી થશે. જોકે, સૂર્યોદય તિથિમાં સોમવારે અમાસ, શનિ જયંતીની ઉજવણી થશે. સોમવારે સવારે 6.04થી સાંજે 5 વાગ્યા સુધી શનિ ગ્રહનું દાન કરી શકાશે. સોમવારે કૃતિકા-રોહિણી નક્ષત્ર અને સુકર્મા યોગમાં શનિ જયંતી ઉજવાશે. તમામ શહેરોમાં સવારથી સાંજ સુધી મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળશે.