અમિત પટેલ નામનો વ્યક્તિ મેટાડોર ચાલક છે જે યાર્ડ સુધી ખેડૂતોની મગફળી લઈ જતો હતો, મગફળી રિજેકટ કરવાની તેની પાસે ઓથોરીટી ન હોય તો તે એકલો કઈ રીતે સમગ્ર કૌભાંડ આચરી શકે: કગરાનો સણસણતો સવાલ
કૌભાંડના સુત્રધાર અમિત અને એજન્સીના હિંદીભાષી કર્મચારી સોનુ વચ્ચેની વાતચીતનો ઓડિયો ક્લીપ જાહેર કર્યો: આડિયોમાં સોનુ લાંચની રકમ નક્કી કરીને તે વસુલવાનું અમિતને કહે છે
મગફળી કૌભાંડમાં માત્ર હોળીના નાળીયેરને પકડવાને બદલે મુળ સુધી પહોંચવાની માંગ ઉઠાવતા ધારાસભ્ય લલીત કગરા અને લલીત વસોયા
મગફળી કૌભાંડમાં વધુ એક નવો વણાંક કોંગી ધારાસભ્ય દ્વારા લાવવામાં આવ્યો છે. તેઓએ પત્રકાર પરિષદ સંબોધીને અમીત કૌભાંડમાં માત્ર એક મ્હોરૂ હોય અને મુખ્ય ભૂમિકા અધિકારીઓની હોવાનું એક ઓડિયો કલીપ જાહેર કરીને સાબીત કરી આપ્યું હતું. તેઓએ તેમજ ધારાસભ્ય લલીત વસોયાએ આ કૌભાંડમાં માત્ર હોળીના નાળીેયેરને પકડવાના બદલે મુળ સુધી પહોંચવાની માંગ ઉઠાવી છે અને તેઓએ આ કલીપ પોલીસ કમિશનરને બતાવીને સોનુ નામના કર્મચારી ઉપર કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
રાજકોટના માર્કેટીંગ યાર્ડમાં પડધરીના એક ખેડૂતની મગફળી રિજેકટ યા બાદ એક વચેટીયા દ્વારા પૈસાની માંગણી કરવામાં આવી હતી. ખેડૂતે આ પૈસા ચૂકવતા તેની મગફળીને પાસ કરીને તેની ખરીદી કરી લેવામાં આવી હતી. આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ યા બાદ પુરવઠા નિગમના મેનેજરની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વચેટીયા અમીતની ધરપકડ કરી લીધી હતી. બાદમાં આ બનાવને લઈ આજે પડધરી-ટંકારા વિસ્તારના ધારાસભ્ય લલીત કગરાએ જિલ્લા પંચાયત કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ધારાસભ્ય લલીત કગરા અને લલીત વસોયા બન્નેએ પત્રકાર પરિષદ સંબોધીને તપાસના મુળ સુધી પહોંચવાની માંગ ઉઠાવી હતી. ધારાસભ્ય લલીત કગરાએ જણાવ્યું હતું કે, પડધરીમાં કમોસમી વરસાદી સૌી વધુ નુકશાની ઈ હતી. જેી તેઓ દ્વારા અગાઉ ખરીદી મોડી શરૂ કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી. તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, મગફળીમાં ભેજ હોય માટે ખરીદી થોડા સમય બાદ રાખવી તે વ્યાજબી છે. પરંતુ તંત્ર દ્વારા આ રજૂઆતની કોઈ દરકાર લેવામાં આવી ન હતી.
વધુમાં ખરીદ કેન્દ્રો ઉપર સૌથી વધુ પડધરીની મગફળી રિજેકટ ઈ રહી છે. મગફળીમાં ભેજ હોવાનું જણાવી તેને રિજેકટ કરી દેવામાં આવી રહી છે. આ મગફળીના કુલ જથ્થામાં ભેજ ઉતર્યા બાદ માત્ર ૨૦૦ થી ૩૦૦ ગ્રામની ઘાટી આવે છે. જો ભેજવાળી મગફળી ૫૦૦ ગ્રામની કે એક કિલોની ઘાટી લેખે હિસાબ કરીને ખરીદ કરવામાં આવે તો ખેડૂતોને હેરાન થવું પડશે નહીં. હાલ ખેડૂતો પોતાની મગફળી લઈ ખરીદ કેન્દ્રો સુધી ભાડા ખર્ચી પહોંચે છે અને બાદમાં ત્યાં ભેજના નામે મગફળીને રિજેકટ કરી દેવામાં આવે છે. આમ ખેડૂતોને ખોટા પૈસા દેવા માટે મજબૂર કરવામાં આવી રહ્યાં છે.
વધુમાં લલીત કગરાએ કૌભાંડ વિશે જણાવ્યું હતું કે, અમીત પટેલ કોઈ એજન્સીનો કર્મચારી ની તે માત્ર મેટાડોર ચાલક છે. તે ખેડૂતોની જણસ યાર્ડમાં લઈ જતો અને તંત્ર અને ખેડૂત વચ્ચેનો મીડલ મેન બની ગયો હતો. તેની સામે યેલી કાર્યવાહીી અનેક પ્રશ્ર્નો સર્જાય છે જેમ કે તેની પાસે મગફળી પાસ કે નાપાસ કરવાના પાવર હતા?, અમીત ક્યાં અધીકારી પાસેથી મગફળી પાસ કરાવવાનો હતો?, અમીત ખેડૂત પાસેી પૈસા લઈ ક્યાં અધિકારીને આપવાનો હતો? વધુમાં લલીત કગરાએ કહ્યું કે, અમીત પટેલને માત્ર બલીનો બકરો બનાવવામાં આવ્યો છે. આ સાથે લલીત કગરાએ એક ઓડિયો કલીપ જાહેર કરી હતી જેમાં અમીત પટેલ અને એજન્સીના હિન્દીભાષી કર્મચારી સોનુ વચ્ચે યેલી વાતચીતમાં સોનુને અમીતે કહ્યું હતું કે, ૭૦ નંબરનું ટોકન પાસ કરવાનું છે. ૧૦૦૦ રૂપિયા લઈ લઉં ? વળતા જવાબમાં સોનુએ કહ્યું કે, ૨૦૦૦ લઈ લો તેમાંથી ૧૫૦૦ મારા અને ૫૦૦ તમારા. આમ સમગ્ર ડીલની ચર્ચા ફોન ઉપર ઈ હતી. તે ફોન કોલની ઓડિયો કલીપ ધારાસભ્યએ જાહેર કરી છે.
કૌભાંડ સંદર્ભે પુરવઠા મંત્રીને અનેક ફોન કર્યા પરંતુ તેઓએ ફોન જ ન ઉપાડયો: વસોયા
ધારાસભ્ય લલીત વસોયાએ કહ્યું હતું કે, આ કૌભાંડમાં જે માત્ર મ્હોરૂ હતું તેની મો જ ઠીકરા ફોડવામાં આવ્યા છે. માટે આ અંગે રજૂઆત કરવા પુરવઠા મંત્રીને અનેક ફોન કરવામાં આવ્યા હતા. પરંતુ તેઓએ એક પણ ફોન રિસીવ કર્યો ન હતો. હવે આ કૌભાંડના મુળ સુધી પહોંચવામાં જે ઓડિયો કલીપ ઉપયોગી બનવાની છે તે પોલીસ કમિશનરને બતાવીશું અને આ કૌભાંડમાં સામેલ અધિકારીઓ સામે પણ પગલા ભરવાની માંગ ઉઠાવીશું.