આ દેશ મધ્યએશિયામાં આવેલ છે. મધ્યએશિયાના દેશ તુર્કમેનિસ્તાનમાં એક ચોંકાવનારો ખૂલ્લાસો સામે આવ્યો છે. અહીંની રાજધાની અશ્ગાબાતના લોકો હવે કાળા કલરની કારની ખરીદી નહીં કરી શકે.કારણ છે કે તુર્ક રાષ્ટ્રપતિ ગુરબંગુલી બિરડીમુહામેડોવને સફેદ કાર પ્રત્યે અંધવિશ્વાસ છે.
રાષ્ટ્રપતિ ગુરબંગુલીને સફેદ રંગ ખુબ પસંદ છે. તેનું માનવું છે કે સફેદ રંગ તુર્કમેનિસ્તાન માટે ભાગ્યશાળી છે. જેના કારણે ત્યાના અધિકારીઓ પણ સફેદ કારને પ્રાથમિકતા આપી રહ્યા છે.
સ્થાનિક મીડિયાના અહેવાલ અનુશાર, રાષ્ટ્રપતિ ગુરબંગુલીએ 2015માં કાળા રંગની કારની આયાત રોકી દીધી હતી. જોકે તેમણે હવે રાજધાની અશ્ગાબાતમાં કાળા રંગની કાર પર પ્રતિબંધ મૂકી દીધો છે. વર્ષની શરૂઆતમાં જ્યારે લોકો સવારે ઉઠ્યા તો જેમની પાસે સફેદ કાર હતી તે સિવાયની અન્ય કારોને અધિકારીઓ ઉઠાવી ગયા હતા. ત્યાર બાદ તેમને એક શરત પર કાર પરત મળી કે તેઓ પોતાની કારને સફેદ રંગમાં રંગાવી દેશે.