ડુબતાને તણખાનો સહારો…
ઝેર ઝેરને મારે તેમ વાયરસને વાયરસ જ મારી શકે; કોરોના વિરૂધ્ધ નવો ઉપચાર શોધવા ભારતીય મુળના વૈજ્ઞાનિકોએ માનવ કોષમાં રહેલા જનીન પર અભ્યાસ તૈયાર કર્યો
અંદરની માનવીય શકિત ઓળખી વાયરસ સામે લડીશું તો કોરોનાને નાથવા આપણુ શરીર જ શકિતમાન !!
65 ISGC નામનો કોષોનો સમૂહ શોધાયો જે સાર્સ-કોવિડ-2ને નિયંત્રિત કરવામાં મદદરૂપ થશે-પ્રોફેસર સુમિત ચંદા
ટચૂકડા એવા કોરોના વાયરસે વિશ્ર્વ આખાને ભરડામાં લઈ ચોતરફ સુનામી જેવો માહોલ સર્જી દીધો છે. વરસાદના ટીપા કરતા પણ અનેકગણા નાના એવા આ વાયરસના ખાત્મા માટે વિશ્ર્વભરનાં ડોકટર વૈજ્ઞાનિકો, દેશની સરકારો તેમજ આંતરરાષ્ટ્રીય સંગઠનો મથામણમાં ઝુંટાયા છે. જેના ભાગરૂપે તાજેતરમાં ભારતીય મૂળના અમેરિકી વૈજ્ઞાનિકોએ કોરોના વિરૂધ્ધ નવો ઉપચાર શોધવા, માનવ કોષોમાં રહેલા જમીન પર ગહન અભ્યાસ કરી એક અહેવાલ તૈયાર કર્યો છે. જેમાં જણાવાયું છે કે, આપણા શરીરના કોષોમાં રહેલા એક જમીનનો સમૂહ શોધાયો છે. જેનું નામ 65 ઈંજૠજ છે. જે સાર્સ-કોવ-2ને નિયંત્રિત કરવામાં મોટી મદદરૂપ થઈ શકે તેમ છે.
હાલ, કોરોનાએ જે ગતિ પકડી છે તે દેશભરમાં ખતરનાક સાબિત થઈ રહી છે. પરંતુ આ ડુબતી પરિસ્થિતિને તણખાનો સહારો…જેમ સેન્ડફોર્ડ બુર્નહામ પ્રેબ્યસ મેડીકલ ડીસકવરી ઈન્સ્ટીટયુટના ભારતીય મૂળના વૈજ્ઞાનિકોએ એક અહેવાલ રજૂ કર્યો છે. કોરોનાના કપરાકાળમાં વકરેલી પરિસ્થિતિના સમાચાર જોઈ, સાંભળી લોકો પણ કંટાળી ચૂકયા છે. નકારાત્મકતાથી ભરપૂર એવા હાલના આ વાતાવરણમાં પોઝીટીવ નહી, પણ ‘બી પોઝીટીવ’ કરી દે તેવા ન્યુઝ આવ્યા છે. રસી સિવાય પણ કોરોના વિરૂધ્ધની દવા શોધાઈ તે માટેના વૈજ્ઞાનિકોના પ્રયાસોને સફળતા મળી રહી છે. ઈન્સ્ટીટયુટના પ્રોફેસર સુમિત કે ચંદાએ જણાવ્યું કે, અમે વિભિન્ન વાયરસની વર્તુણુક પર ઉંડાણપૂર્વકનો અભ્યાસ કરવા માંગીએ છીએ. આપણી અંદર રહેલા જ વાયરસ કોરોના વાયરસને નાથવા શકિતવાન છે. બસ જરૂર છે. તો આપણી અંદરની માનવીય શકિતને ઓળખવાની કોષોમાં ઘુસતા વાયરસ બેકટેરીયાની વર્તુણક, વેરિએન્ટસ જાણી તે મુજબ દવા શોધવા પ્રયત્ન કરીએ છીએ.
જણાવી દઈએ કે, આપરી આસપાસનાં વાતાવરણમાં આશરે 3 અબજ કરતા પણ વધુ વાયરસ મોજુદ છે. આપણા શરીરમાં જ 380 લાખ કરોડ વાયરસ નિવાસ કરે છે. પરંતુ બધા વાયરસ નુકશાન પહોચાડતા નથી આથી આપણને આ 380 લાખ કરોડ વાયરસ સામે કોઈ વાંધો નથી. પરંતુ કોરોનાથી આપણી ઈમ્યુન સિસ્ટમ બદલાઈ જતા, ફેફસાં હૃદયંને હાની પહોચતા આ વાયરસ હાનિકારક સાબિત થયો છે. પરંતુ ઝેરને જેમ ઝેર જ મારી શકે. એમ વાયરસને પણ વાયરસ મારી શકે. આ મુજબ એક અભ્યાસ વૈજ્ઞાનિકોએ તૈયાર કરી માનવકોષોમાં રહેલા કયા જનીન કોરોનાને નાથવા સક્ષમ છે. તે પર રીપોર્ટ તૈયાર કર્યો છે. અને આ પ્રમાણે આગામી સમયમાં નવી દવા શોધાય તેની પણ પુરેપુરી શકયતા છે.