જય જય ગરવી ગુજરાત…થ્રી બિગ કેટ એટલે કે સિંહ, વાઘ અને દીપડાના રક્ષણ, લાલન પાલન અને સંવર્ધન મામલે ગુજરાતનો જોટો જડે તેમ નથી
ટાઈગર અભી ઝીંદા હૈ ? જીહા, આ બોલીવુડ ફિલ્મ રૂપેરી પડદે ધુમ મચાવી રહી છે ત્યારે ટાઈગર એટલે કે વાઘ-સાવજ એટલે કે સિંહ અને દીપડાને સાચવતું ‘ઓન્લી ગુજરાત’ (એક માત્ર રાજય) છે !!! ગીર વનરાજ-સાવજ-સિંહ માટેનું સ્વર્ગ છે તો દીપડા પણ ગુજરાતના જંગલમાં છે. વાઘ પણ ઝીંદા હૈ થ્રી બિગ કેટ એટલે સાવજ-વાઘ અને દીપડાને ગુજરાતે તેના જંગલોમાં સાચવ્યા છે અને દેશનું એકમાત્ર રાજય ગુજરાત છે જયાં સાવજ વાઘ અને દીપડા સચવાયા છે. મતલબ કે તેનું લાલન-પાલન થાય છે. પ્રમાણમાં અહીં શિકારનો ખતરો પણ નથી ને એક ગર્વ લેવા જેવી બાબત છે. આના માટે ગુજરાતના જંગલ ખાતા (ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ)ને ધન્યવાદ આપવા પડે.
૧૯૯૨ પછી આ મહિને વાઘની વસ્તી ગણતરી થઈ રહી છે. ટાઈગર ઝીંદા હૈ પરંતુ કેટલા ઝીંદા હૈ તે જાણવા માટે નેશનલ ટાઈગર ક્ધઝરવેશન ઓથોરીટી ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પરના અભ્યારણમાં વસતા વાઘની વૈજ્ઞાનિક ઢબે વસતી ગણતરી કરશે. દેશભરમાં વાઘની વસ્તી ગણતરીનો બીજો તબકકો ચાલી રહ્યો છે. અગાઉ સુંદર બનમાં વાઘની વસ્તી ગણતરી કરાઈ હતી. ત્યારબાદ હવે ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પરના વન વિસ્તારમાં વાઘની વસતી ગણતરી કરાશે. વાઘની વસ્તી ગણતરીના બીજા તબકકાના પ્લાનમાં ગુજરાતનો સમાવેશ કરાયો હતો. કેમ કે જંગલી પ્રાણીઓની વસતી ગણતરી માટે આગોતરા આયોજનની જ‚ર પડે છે. એકદમથી અચાનક તેની વસતી ગણતરી કરી શકાતી નથી. વળી આધુનિક વિજ્ઞાનીક ઢબે તેની વસ્તી ગણતરી કરવી પડે કેમ કે તે જોખમકારક પણ એટલી જ છે. સરકાર દ્વારા સેવ ધ ટાઈગર (ટાઈગર બચાવ અભિયાન) મિશન પણ રાષ્ટ્રીય લેવલે ચાલી રહ્યું છે. જે રીતે સિંહને સાચવવામાં આવે છે તે રીતે જ વાઘને ગુજરાતે સાચવ્યા છે. સાથો સાથ દીપડા પણ ખરા આ ત્રણેય બિગ કેટને સાચવનારું એક માત્ર રાજય ગુજરાત છે. જય જય ગરવી ગુજરાત. રાજયસભામાં પણ સેવ ધ ટાઈગર મિશનનો મુદો ગુંજયો હતો. એક સવાલમાં સરકારે ટાઈગર એટલે કે વાઘના બચાવ, લાલન પાલન અને સંવર્ધન માટે શું કર્યું તેની માહિતી પણ માગવામાં આવી હતી. ટુંકમાં ટાઈગર અભી ઝીંદા હૈ પરંતુ કેટલા છે તે તો ચાલુ મહિને તેની વસતી ગણતરીનું કામ પુરુ થયા પછી જ ખબર પડશે.