વાળને ખરવાની સમસ્યા આજકાલ સામાન્ય થઇ ગઇ છે. મોટાભાગના લોકો આ સમસ્યાથી પરેશાન છે, જેનાથી છૂટકારો મેળવવા અનેક મોંઘાદાટ શેમ્પુ, ટ્રીટમેન્ટ કરાવતા હોય છે. પરંતુ કંઇ ખાસ અસર થતી નથી આવામાં મહિલાઓ વધુ પ્રમાણે ચિંતિત હોય છે. જો આજે આ સમસ્યાથી છૂટકારો મેળવવા અપનાઓ આ હેયરપેક.
સામગ્રી :
– એક ડુંગળી
– એક મોટી ચમચી મધ
– ૪-૫ ટીપા લેવેંડર ઓઇલ
સૌ પ્રથમ ડુંગળીને લઇને સારી રીતે પીસ કરી લો. ત્યાર બાદ તેમાં મધ અને લેવેંડર ઓઇલ નાખીને સારી મિક્સ કરો, લવેંડર ઓઇલથી વાળમાં ડુંગળીની વાસ નહી આવે આ પેકને વાળમાં ૨૦ મિનિટ માટે લગાવો અઠવાડિયામાં બે વાર આ પેકનો ઉપયોગ કરવાથી જલ્દી ફાયદો મળશે.