એચડી વૉઇસ કૉલિંગ, એફએમ રેડિયો, 128 જીબી એસડી મેમરી કાર્ડ સપોર્ટ જેવા ફીચર્સથી સજ્જ ‘જીઓ ભારત’ ફોન
રિલાયન્સ જીઓએ માત્ર રૂ.999માં 4જી ફોન લોન્ચ કરી દીધો છે જેને લઈ ટેલિકોમ ક્ષેત્રમાં જીઓ હવે અવલ ક્રમે આવી ગયું છે. છે. જીઓ ભારત ફોનની કિંમત કંપનીએ સાવ ઓછી રાખી છે. જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે કંપનીની નજર 25 કરોડ ગ્રાહકો પર છે. રિલાયન્સ જિયોનો દાવો છે કે જીઓ ભારતના આધારે કંપની 10 કરોડથી વધુ ગ્રાહકો ઉમેરશે.ભરત દેશમાં હજુ પણ 250 મિલિયન એટલે કે 25 કરોડ 2G ગ્રાહકો છે, જેઓ અન્ય ટેલિકોમ કંપનીઓના નેટવર્ક સાથે જોડાયેલા છે. આમાં એરટેલ, વોડાફોન-આઇડિયા અને બીએસએનએલ જેવી કંપનીઓના નેટવર્કનો સમાવેશ થાય છે.
જીઓએ ભલે આ ફોન 1000 રૂપિયાથી ઓછી કિંમતમાં લૉન્ચ કર્યો હોય, પરંતુ તેની સાથે ઉપલબ્ધ સુવિધાઓ કોઈપણ પ્રીમિયમ ફોનથી ઓછી નથી. 999 રૂપિયાનો આ ફોનનો માસિક પ્લાન પણ સૌથી સસ્તો છે. ગ્રાહકોએ 28 દિવસના રિચાર્જ માટે માત્ર 123 રૂપિયા ચૂકવવા પડશે. જો તમે અન્ય ઑપરેટર્સના વૉઇસ કૉલ્સ અને 2 જીબી માસિક પ્લાન જુઓ, તો તેની કિંમત 179 રૂપિયાથી શરૂ થાય છે. જીઓ ભારત પણ તેના ગ્રાહકોને 14 જીબી 4જી ડેટા આપશે, જ્યારે અન્ય કંપનીઓ માત્ર 2 જીબી ડેટા આપે છે. જો કોઈ ગ્રાહક એક વર્ષ માટે રિચાર્જ કરાવે, તો તેણે માત્ર 1,234 રૂપિયા ખર્ચવા પડશે.
રિલાયન્સનું માનવું છે કે દરેક ગ્રહકનાં હાથમાં ફોરજી ફોન હોય. અને તેને સફળ બનાવવા માટે તેણે જીઓ ભારત પ્લેટફોર્મ પણ લોન્ચ કર્યું છે. અન્ય કંપનીઓ પણ 4જી ફોન બનાવવા માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશે. કાર્બન નામની કંપનીએ તો તેનો ઉપયોગ પણ શરૂ કરી દીધો છે.દેશમાં બનેલો સૌથી સસ્તો 4જી અને હળવો ફોન અને માત્ર 71 ગ્રામ વજનનો જીઓ ભારતનો છે. તેમાં એચડી વૉઇસ કૉલિંગ, એફેમ રેડિયો, 128 જીબી એસડી મેમરી કાર્ડ સપોર્ટ જેવા ફીચર્સ છે. મોબાઈલમાં 4.5 સે.મી. ની ટીએફટી સ્ક્રીન, 0.3 મેગાપિક્સલ કેમેરા, 1000 એમએએચ બેટરી, 3.5 એમએમ હેડફોન જેક, શક્તિશાળી લાઉડસ્પીકર અને ટોર્ચ ઉપલબ્ધ છે.