ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઈમાં લેવાયેલી પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ 10નું પરિણામ માત્ર 9.04 ટકા આવ્યું છે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 56.56 ટકા આવ્યું છે.
પૂરક પરીક્ષામાં પણ કોઈ વિદ્યાર્થીને પોતાના પરિણામથી અસંતોષ હોય તો વિદ્યાર્થીઓ 7 ઓગષ્ટ સુધી ગુણ ચકાસણી માટે બોર્ડની કચેરીએ રૂબરૂ અથના પોસ્ટ દ્વારા અરજી કરી શકશે.