દેશની સાથે સાથે ગુજરાતની ભાજપ સરકાર સામે પણ બેરોજગારોને નોકરી આપવાથી લઈ આરોગ્ય સેવા સૌથી મોટો પડકાર છે.
રાજ્યમાં અદ્યતન અને ઝડપી આરોગ્ય સેવા આપવાના દાવો કરતી રાજ્ય સરકારની હોસ્પિટલોમાં મોટાભાગની જગ્યાઓ ખાલી છે.
વિધાનસભામાં આજે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા આરોગ્ય વિભાગની ખાલી જગ્યાઓ અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેમાં રાજ્યમાં હાલ સરકારી-જનરલ હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મળીને કુલ 41 હજાર જગ્યાઓ મંજૂર થયેલી છે. પરંતુ તેમાંથી 12055 એટલે કે 28 ટકા જગ્યાઓ ખાલી હોવાનો ખુલાસો થયો છે.