અવકાશી હોટલનું એડવાન્સ બુકિંગ શરૂ: ૨૦૨૨થી યાત્રીઓ માટે સુવિધાઓ ઉપલબ્ધ થશે
આજના આધુનિક યુગમાં ટેકનોલોજીનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે એ દિવસ હવે દૂર નથી કે જ્યારે અવકાશમાં પણ ભોજન માણી શકાશે. અમેરિકી સ્ટાર્ટઅપ ઓરિયન સ્પેને અંતરિક્ષમાં પહેલી લકઝુરિયસ હોટલ બનાવવાની તૈયારી કરી લીધી છે.
કેલિફોર્નિયાના સેન જોસમાં સ્પેસ ૨.૦ સમિટ પ્રોગ્રામમાં તેની જાહેરાત કરવામાં આવી છે. તેનું નામ ‘ઔરોરા સ્ટેશન’ રહેશે. આ હોટલ અમેરિકી સ્ટાર્ટઅપ ઓરિયન સ્પેન દ્વારા તૈયાર કરાશે.
હોટલમાંથી એક જ દિવસમાં ૧૬ વખત સૂર્યોદય અને સૂર્યાસ્ત માણી શકાશે. ઓરિયન સ્પેનના સીઈઓ ફ્રેન્ક બેન્જરે કહ્યું હતું કે, આ હોટલમાં ૧ રાત્રીના રોકાણનો ખર્ચ ૮ કરોડ રૂપિયા રહેશે અને ૧૨ દિવસ રોકાવા માટે અંતરિક્ષ પ્રવાસીઓએ ૬૧.૬ કરોડ ખર્ચવા પડશે. આ હોટલ ૨૦૨૨ સુધીમાં શરૂ થઈ જશે જે ૯૦ મિનિટમાં પૃથ્વીની પરિક્રમા કરશે. આ હોટલનું જયાં પ્લેટફોર્મ બનવાનું છે તે સ્થળ ઓર્બિટ ધરતીથી ૨૦૦ માઈલ દૂર છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,