સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ગાઈડલાઈન જાહેર
તમામ પક્ષોને ઓનલાઇન પ્રચાર કરવાનું સૂચન: ગાઈડલાઈનનું પાલન કરાવવા નોડલ ઓફિસરોની પણ નિમણુંક
કોરોના મહામારી વચ્ચે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે. રાજ્યમાં તેનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગે કોવિડ ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. જેમાં કોરોના ગાઈડલાઈનના નિયમનું પાલન કરાવવા માટે નોડલ ઓફિસરોની નિમણૂંક કરવામાં આવી છે.
જેમાં કોઈ પણ પક્ષને ડોર ટુ ડોર પ્રચારમાં માત્ર ૫ વ્યક્તિઓને જ મંજૂરી આપવામાં આવી છે. ગાઈડલાઈનમાં જણાવાયું છે કે શક્ય હોય ત્યાં સુધી ઓનલાઈન પ્રચાર કરવા સૂચન અપાયું છે. આ સિવાય અનેક નેતાઓ કોરોના સંક્રમિત થયા છે, જેના કારણે કોરોના સંક્રમિત ઉમેદવારોએ ઓનલાઈન પ્રચાર કરવો પડશે. રાજ્યમાં મેળાવડા માટે જિલ્લાના અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ કોવિડ માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેનું દરેક પાર્ટીએ કડકાઈપૂર્વક પાલન કરવાનું રહેશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ કોવિડ માટે ગાઈડલાઈન રાજ્ય ચૂંટણી અયોગે જાહેર કરી છે. રાજ્યમાં હાલ કોવિડનું સંક્રમણ ધીમે ગતિએ ચાલી રહ્યું છે, પરંતુ અચાનક તેમાં કોઈ વધારો ન આવે તેના માટે સરકાર કોઈ છૂટછાટ લેવા તૈયાર નથી. કોવિડ સંક્રમણ રોકવા અને નિયમોના પાલન માટે રાજ્ય કક્ષાએથી લઈ નગર પાલિકાઓ અને તાલુક કક્ષાએ નોડલ ઓફિસરની નિમણુંક કરવાના નિર્ણય કરવામાં આવ્યો છે. આ સિવાય કોઈ પણ ઉમેદવારે ડોર ટુ ડોર પ્રચાર માટે પાંચ વ્યક્તિઓ ને જ મંજૂરી આપવામાં આવી છે. શક્ય હોય ત્યાં સુધી ઉમેદવારોને ઓનલાઈન પ્રચાર કરવા સૂચન પણ અપાયું છે.
એટલું જ નહીં, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોવિડથી સંક્રમિત ઉમેદવારોએ પણ ઓનલાઇન પ્રચાર કરવાનો રહેશે. રાજ્યમાં ચૂંટણી આવે ત્યારે જાહેરમાં સભાઓ, મેળવડા, રેલીઓ થતી હોય છે, પરંતુ મેળવડાઓમાં કેન્દ્રના સૂચનોના પાલન માટે જિલ્લા આરોગ્ય અધિકારી, પોલીસ અધિક્ષક અને જિલ્લા ચૂંટણી અધિકારી જવાબદારી સોંપી દેવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોરોના ગાઈડલાઈન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝેશન જેવી બાબતો પર ભાર મુકવા સૂચન અપાયું છે.
ચૂંટણી પંચના પરિપત્રને હાઇકોર્ટમાં પડકારાયો : બન્ને તબક્કાના પરિણામો એક જ દિવસે રાખવાની માંગ
આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક વિઘ્ન આવ્યું છે. જેમાં ચૂંટણી પંચે બહાર પાડેલા પરિપત્રને ગુજરાત હાઈકોર્ટમાં પડકારાયો છે. અરજદારે પોતાની અરજીમાં નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી થાય તે જોવાની જવાબદારી તમામની હોવાની રજૂઆત કરાઈ છે.
ચૂંટણીપંચના પરિપત્ર પ્રમાણે મુક્ત અને ન્યાયી ચૂંટણી સંભવ નહીં બને તેવી પણ ધારદાર રજૂઆત કરાઈ છે. ૬ મહાનગરોની ચૂંટણીના પરિણામ બાદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની મતદાન થાય તો મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીના મતગણતરીની તારીખ એક જ રાખવી જોઈએ તેવું જણાવવામાં આવ્યું છે. હવે આ અરજી પર હાઈકોર્ટમાં આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે.