વજનમાં ભારે હોવા છતાં ઉડવાની ખાસિયત ધરાવતા આ પક્ષી હવે લુપ્ત થવાને આરે
ધ ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ એટલે કે ઘોરાડની ગણતરી દુનિયાના સૌથી ભારે પક્ષીઓમાં થાય છે. તેની ખાસિયત એ છે કે તે ભારે હોવા છતા પણ ઉડી શકે છે. પરંતુ હવે ગુજરાતમાં આ પક્ષી લુપ્ત થવાના આરે છે. આ પ્રજાતિના માત્ર ચાર પક્ષી જ ગુજરાતમાં જીવિત બચ્યા છે. ગુજરાતના વન વિભાગ દ્વારા આ પક્ષીઓને બચાવવા માટે તેમને અન્યત્ર શિફ્ટ કરાવવાની કામગીરી કરવામં આવી રહી છે. તાજેતરમાં જ ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. સાથે જ તેમણે કહ્યુ કે, હાલની પરિસ્થિતિમાં ઘોરડનુ સંરક્ષણ સંભવ નથી.
ગુજરાતમાં જ ચાર ઘોરાડ બચ્યા છે તે કચ્છ વિસ્તારમાં છે. ઘોરાડના સંરક્ષણ માટે ગુજરાત સરકારે અનેક પ્રયાસો કર્યા, પણ તે નિષ્ફળ નીવડ્યા છે. સુપ્રીમ કોર્ટને એપ્રિલ, 2022 માં સોંપવામાં આવેલ લેટેસ્ટ અરજીમાં ગુજરાતના ઉર્જા વિભાગ સજેશન આપ્યુ કે, ચાર ઘોરાડને સ્થળાંતર કરવા જોઈએ.
કચ્છમાં લાલા પરજન અભ્યારણ્યમાં આ ૠઈંઇ નો વસવાટ છે. જે માત્ર 2 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલુ છે, તે દેશનુ સૌથી નાનુ પશુ અભ્યારણ્ય છે. 2008 ની શરૂઆતમાં અહી લગભગ 58 ૠઈંઇ હતા. પરંતુ ગ્રૂપનુ અંતિમ નર ૠઈંઇ પણ ડિસેમ્બર 2018 થી ગુમ છે.
2018 ના આંકડા અનુસાર, ભારતમાં 150 થી ઓછા ઘોરાડ બચ્યા છે, જેમાથી મોટાભાગના 122 રાજસ્થાનમાં છે. થોડા વર્ષો પહેલા ગુજરાત સરકારે નર ઘોરાડ માટે રાજસ્થાન સરકારને અનુરોધ કર્યો હતો, પરંતુ રાજસ્થાન સરકારે આ વાત પર ધ્યાન આપ્યુ ન હતું. રાજસ્થાન સરકારે કહ્યુ હતું કે, નર ઘોરાડ ગુજરાતને ત્યારે જ મોકલવામાં આવશે, જ્યારે હાઈટેન્શન વીજળી લાઈનોને ભૂમિગત કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના કચ્છના ઘોરાડને સંરક્ષિત કરવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર, ઓવરહેડ વીજળી લાઈનોની સમસ્યાને કારણે ગુજરાતમાં ઘોરાડ ઓછા થઈ રહ્યાં છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં વીજળીના તારના સંપર્કમાં આવવાથી 10 ઘોરાડના મોત થયા છે. મોટાભાગના મોત ગુજરાતમાં નોઁધાયા છે.
કચ્છની દુલ્હન એવી ઘોરાડ દિકરીઓ માટે ઘોરાડ નર રાજસ્થાનથી લાવવા માટે મુખ્ય પ્રધાનએ 8મી જૂલાઈ 2019માં વાઈલ્ડ લાઈફ બોર્ડની બેઠકમાં વાત કરી હતી. નર ન હોવા અને છ મહિનાથી સરકાર કંઈ કરવા તૈયાર નથી. જો નર નહીં હોય તો પાચ વર્ષમાં ઘોરાડ પક્ષીનો ગુજરાતમાંથી નાશ પામશે. વિશ્વમાં ભારતના ગુજરાત અને રાજસ્થાનમાં આ પક્ષી જોવા મળે છે.
મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ તેમ જ કર્ણાટક રાજ્યમાં હતા, જ્યાં લુપ્ત થઈ ગયા છે. હવે ગુજરાતમાં નહીં બચાવાય તો ભારતની આઝાદી પક્ષી ગુજરાતનું પહેલું પક્ષી લુપ્ત થઈ જશે.ગુજરાતનું અતિ સુંદર અને અદભુત પક્ષી છે. શાહમૃગ જેવા દેખાતા ઘોરાડની ઊંચાઈ એક મીટર જેવી હોય છે. સ્વભાવે શાંત એવું આ પક્ષી ભારત દેશમાં પણ જોવા મળે છે.
ઘોરાડને કચ્છમાં ગુદડ પણ કહે છે. ગોડાવન કહે છે. ભારતનું સૌથી વધુ વજનદાર પક્ષી હોવાથી તે ઊડી શકતું નથી. પુખ્ત વયના પક્ષીનું વજન 8 થી 18 કિલોગ્રામ જેટલું હોય છે, જેમાં માદાનું વજન ઓછું, જ્યારે નરનું વજન વધારે હોય છે.