અબતક, રાજકોટ
’અનુબંધમ’ મોબાઈલ એપ્લિકેશન અને વેબ પોર્ટલ દ્વારા ગુજરાતના નોકરીવાંચુકો માટે અનેક ફાયદા થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે . આ પોર્ટલ દ્વારા નોકરીદાતા અને નોકરી લેનાર બન્નને એકબીજાના સંપર્ક સહજતા થી કરી શકે છે.માત્ર એટલુંજ નહીં ,આ પોર્ટલ થકી અનેક લાભો લોકોને થઈ શકે છે. રાજયના નવયુવાનોને નોકરી મેળવવા માટે આ પોર્ટલ ઉપર નિ:શુલ્ક ઓનલાઈન રજીસ્ટ્રેશન ઘરે બેઠા કરી શકે છે. જેથી નાવ્યુવાનોએ રજીસ્ટ્રેશન અને કરિયર કાઉન્સેલિંગ માટે રોજગાર કચેરી સુધી ધક્કો ખાવાની જરૂર નથી.
માત્ર અનુબંધમ એપ્લિકેશન દ્વારા પોતાના મોબાઈલ દ્વારા મેળવી શકશે. આ પોર્ટલ પરથી ઓટોમેચમેકિંગ, સ્કીલ બેઇઝ મેચમેકિંગ, શેડ્યુલ મેનેજમેન્ટ અને અન્ય ફીચર્સ દ્વારા યુવાનો રોજગાર મેળવી શકશે. ક્વિક સર્ચ અને ફિલ્ટરની સુવિધાથી સ્કીલ્ડ યુવાનો કોઈપણ જીલ્લામાં પોતાના નોકરી મેળવી શકશે.
યુવાનો અને વિદ્યાર્થીઓમાં આ પોર્ટલ અંગેની વધુ જાગૃતતા આવે તે ખૂબ જ જરૂરી
એટલું જ નહીં આ પોર્ટલ પર ઉમેદવારની લાયકાત અનુસાર રોજગારીની તકો ઉભી કરાઈ છે. અનુબંધમ પોર્ટલ દ્વારા રજીસ્ટ્રેશન કરવા માટે કચેરી સુધી જવામાંથી યુવાનો અને વિદ્યાર્થીઓને મુકિત મળશે.આ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા રોજગાર વાંચ્છુકો પોતાની કારકિર્દી વિશે સચોટ માહિતી મેળવી શકે છે. આ પોર્ટલ દ્વારા નોકરીના સ્થળના ઈન્ટરવ્યુહ વિશેની માહિતી પોતાના મોબાઈલ દ્વારા મેળવી શકે છે.
નૌકરી આપનાર સંસ્થાઓને પણ આ પોર્ટલ દ્વારા વિશાળ ડેટાબેઝ પ્રાપ્ત થશે, જેથી સારા કર્મચારીઓની ભરતી કરી શકશે.નોકરીદાતાઓ ઓનલાઈન કે ઓફલાઈન ઈન્ટરવ્યુહ યોજી શકે છે.રોજગારદાતાઓ ઓનલાઈન નોંધણી દ્વારા પોતાના વ્યવસાયમાં રહેલી ખાલી જગ્યાઓની માહિતી અનુબંધમ પોર્ટલ પર ભરી શકે છે. નોકરી આપતી સંસ્થાઓ નોકરી મેળા યોજી પોતાની જરૂરિયાત મુજબના કુશળતા મેળવેલ યુવાનોની પસંદગી કરી શકશે.ડેશબોર્ડ ના માધ્યમ દ્વારા નોકરીદાતા અને નોકરી મેળવનાર વચ્ચે એકબીજાની પ્રોફાઈલ અને માહિતી સરળતાથી મળશે. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે આ પોર્ટલ મારફતે જે રીતે યુવાનો અને નોકરી આપતી સંસ્થાઓ વચ્ચે જે સંતુલન હોવું જોઈએ તે થઇ શક્યું નથી.
બીજી તરફ કોલેજમાં અભ્યાસ કરતાં શિક્ષકો અને આચાર્ય દ્વારા આ પોર્ટલ અંગેની જે જાગૃતિ લોકોમાં અને યુવાનોમાં હોવી જોઈએ તે કેળવવામાં તેઓ નિષ્ફળ નીવડયા છે ત્યારે વધુને વધુ જાગૃતતા આ મુદ્દે યુવાનોમાં કેળવાય તો રજીસ્ટ્રેશન વધશે. અત્યાર સુધી રાજકોટ જિલ્લામાં 5200 જગ્યાઓ માટેની જાહેરાત મુકવામાં આવી છે જેમાંથી માત્ર 2400 યુવાનોએ જ અરજી કરી છે. ત્યારે આ તકે વધુ ને વધુ યુવાનો આ વેબપોર્ટલ ઉપર પોતાની અરજી કરે અને સરળતાથી નોકરી મેળવી શકે તે દિશામાં સરકાર નો આ પ્રયાસ થઈ રહ્યો છે
વધુને વધુ વિધાર્થીઓ અને યુવાનો પોર્ટલ પર નોંધણી કરાવે તે જરૂરી : ચેતન દવે ( જિલ્લા રોજગાર અધિકારી )
રાજકોટ જિલ્લા રોજગાર અધિકારી ચેતનભાઈ દવેએ માહિતી આપતાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે પોર્ટલ બનાવવામાં આવ્યું છે તેનો ઉપયોગ વિદ્યાર્થીઓ અને યુવાનો નિશુલ્ક કરી શકે છે એટલું જ નહીં ખૂબ જ સરળ પોર્ટલ હોવાના પગલે વધુ ને વધુ વિદ્યાર્થીઓ અને રોજગારી આપતી સંસ્થાઓ એ નોંધણી કરાવવી જોઇએ. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે હજુ આ પોર્ટલ ને એક વર્ષ થઇ ગયા હોવા છતાં વિદ્યાર્થીઓ અને યુવાનોમાં માં આ અંગે ઘણી ઉદાસીનતા જોવા મળી રહી છે. અનેક વખત યુવાનોમાં આ અંગે જાગૃતતા લાવવા છતાં પણ જે હકારાત્મક અભિગમ મળવો જોઇએ તે મળી શક્યો નથી વધુમાં યુવાનોને નોકરી મેળવવા માટે કોઈ પ્રશ્ન ઉદભવી થતો હોય તો તેઓ રોજગાર કચેરી નો સંપર્ક સાધી તેમના પ્રશ્નનું નિરાકરણ લાવી શકે છે.