પાંચ હજાર કરોડી વધુના દેવાદારોની યાદી તૈયાર કરાઈ: વધુ કમાણીની લાલચે મોટી રકમ ધીરીને બેંકો ભિંસાઈ
દેશમાં બેંકો દ્વારા મોટી કંપનીઓને ઉદ્યોગપતિઓને કમાણીની લાલચે મોટી રકમ લોન તરીકે આપે છે પરંતુ કંપનીઓ ખાડે જતા આ લોન ભરપાઈ થઈ શકતી . જેના કારણે બેંકોને ભારણ સહન કરવું પડે છે. વધુમાં માલીયા જેવા ખાતેદારો વિદેશ નાશી છૂટતા હોવાથી તેઓ સામે કાર્યવાહી પણ થઈ શકતી નથી. આરબીઆઈએ એવા ૧૨ ખાતાઓનું લીસ્ટ બનાવ્યું છે કે જે ૮ લાખ કરોડની બેડ લોનના ભાગના હિસ્સેદારો છે. આ દરેક ખાતાઓમાં ૫ હજાર કરોડી વધુની લોન ભરપાઈ કરવામાં આવી ની. આ ઉપરાંત તમામ ૧૨ ખાતાઓની લોન રીકવરી બાબતે પણ કોઈ અસરકારક કામગીરી થઈ શકી નથી. આરબીઆઈએ એક રીપોર્ટમાં કહ્યું છે કે, કુલ ૮ લાખ કરોડની બેડલોનમાં ૬ લાખ કરોડ પબ્લીક સેકટર બેંકના છે. એક તરફ સામાન્ય માણસને ધીરાણ માટે ચારે તરફ દોડવું પડે છે તો બીજી તરફ ગણ્યા-ગાઠયા મોટા માાઓને બેંક રૂપિયાની લાલચે લોન આપે છે અને ત્યારબાદ લોન ભરપાઈ નથતા દોડધામ કરવી પડે છે.
ઈન્ટરનલ એડવાઈઝરી કમીટીએ આ માટે એક યાદી બનાવવા સુચનો આપ્યા હતા જેમાં કુલ ૧૨ ખાતાઓમાં ૫ હજાર કરોડી વધુની રકમ બાકી બોલતી હોવાનું બહાર આવ્યું છે. આ તમામ ખાતેદારો સામે કાયદાની જોગવાઈઓ પ્રમાણે કાર્યવાહી શરૂ કરવામાં આવે તેવા આદેશો પણ આપી દેવામાં આવ્યા છે. ઘણી વખત વધુ કમાઈ લેવાની લાલચે બેંકો મોટા ખાતેદારોને મોટી રકમ આપી બેશે છે પરંતુ આવી ભૂલોમાંથી કાય પણ શીખ્યા વિના વારંવાર તેને દોહરાવવામાં આવે છે.
અગાઉ પણ આવા કિસ્સા બન્યા છે તેમ છતાં બેંકોએ માલ્યાને બેફામ રૂપિયાનું ધિરાણ કર્યું હતું અને હવે આ રકમ પાછી મેળવવા માટે રાતા પાણીએ રોવું પડે છે. વધુમાં કુલ બેડલોનના ભાગની રકમ માત્ર ૧૨ ખાતેદારોના નામે જ જતી હોવાી બેંકોની નીતિ પણ સ્પષ્ટ ઈ રહી છે અને તેને મુર્ખાઈ કહેવી કે લાલચ તે પણ પ્રશ્ર્નનો વિષય છે. કારણ કે, ઘણી વખત સામાન્ય માણસોને ધિરાણ માટે લાંબો સમય સુધી ધક્કા ખાવા પડે છે તો બીજી તરફ મોટા એકમોને બેફામ રૂપિયા આપીને બેંકો મુશ્કેલીમાં મુકાઈ છે.
ભારતીય સિસ્ટમના લબાડપણાથી માલ્યાને ‘ચાંદી હી ચાંદી’
ભારતીય બેંકોને કરોડોનો ચુનો લગાડીને બ્રિટન નાશી છૂટેલા માલ્યાને પરત લઈ આવવા માટે કેન્દ્ર દ્વારા દોડાદોડી કરવામાં આવી રહી છે. પરંતુ ભારતીય સીસ્ટમના લબાડપણાના કારણે માલ્યાને પરત લાવી શકાય તેવી તકો ખુબ ઓછી છે. બ્રિટનની કોર્ટમાં માલ્યા બાબતે સુનાવણી ઈ હતી જેમાં બ્રિટનની કોર્ટે જ સ્પષ્ટતા કરી હતી કે ભારતને વારંવાર કહેવામાં આવ્યું હોવા છતાં પણ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો ની જેના કારણે માલ્યા બાબતે કામગીરી શરૂ કરવામાં વિલંબ થઈ રહ્યો છે. ભારતીય સિસ્ટમના આ આળસુપણાના કારણે જ ઘણી વખતથાપ ખાવી પડે છે. માલ્યા બાબતે આ લબાડપણુ છે કે, ભ્રષ્ટાચાર તે પણ મહત્વનો વિષય છે કારણ કે છેલ્લા
છ મહિનાથી જો કોઈ રીપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો ન હોય તો પછી માલ્યા બાબતે ગંભીરતાથી કામગીરી થઈ રહી છે તે કઈ રીતે કહી શકાય. બ્રિટનના ન્યાયાધીશ એમા ઓર્બનોટે કહ્યું હતું કે જો ભારત આવી ગોકળગતિએ જ કામ કરશે તો એપ્રિલ ૨૦૧૮ પછી માલ્યાને ભારત પરત મોકલી શકાશે. ત્યાં સુધી માલ્યા બાબતે કોઈપણ કાર્યવાહી થઈ શકે તેવી શકયતા બીજી તરફ માલ્યાએ પણ પોતાના પર લાગેલા આક્ષેપોને પણ નકાર્યા છે ત્યારે હવે ભારતીય સીસ્ટમ કેટલી ઝડપી કામ કરે છે તે જોવાનું રહ્યું.