નોટબંધી પછી ફરીથી દેશમાં નોટોની અછત વર્તાઈ રહી છે. શાહીની તંગીને કારણે રૂ. 500ની ચલણી નોટનું છાપકામ અટકી ગયું છે. ફક્ત 10 અને 50 રૂપિયાના મૂલ્યની નોટોની જ છપાઈ ચાલુ છે. રૂ.20 અને 100ની નોટોની નવી ડિઝાઈન કેન્દ્ર સરકારે હજી મંજૂર ન કરી હોવાથી આ નોટોની છપાઈ નાશિક રોડ પ્રેસમાં બંધ છે. 200 અને 500 રૂપિયાની નોટોની છપાઈ માટે વિદેશી શાહીની અછત હોવાથી આ નોટોની છપાઈ મંદ પડી છે. પરિણામે દેશમાં ચલણી નોટોની તીવ્ર અછત વર્તાઈ રહી છે.
સ્ટેટ બેંકના સૂત્રોના જણાવ્યા અનુસાર નોટોની રખડી પડેલી છપાઈ જેમ એક કારણ છે તેમ નાગરિકોનો સ્વભાવ બીજું કારણ છે. ઉપલબ્ધ નોટોમાં પણ વ્યવહાર સરળતાથી થઈ શકે છે. પણ બેંકમાંથી કાઢેલી 200, 500 અને 2000 રૂપિયાની નોટો ફરીથી બેંકમાં ભરવામાં આવતી ન હોવાને કારણે એટીએમ ખાલી છે. બેંકમાંથી નોટો કાઢવાનું પ્રમાણ વધારે છે, એટલા પ્રમાણમાં ભરવામાં આવતી નથી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com