ભારતમાં રિસર્ચની ગુણવત્તા વધારવાની તાતી જરૂર છે
ભારતમાં આઈઆઈએસસી, આઈઆઈટીએસ જેવી સાયન્સ અને સોશીયલ સાયન્સની સંસ્થાઓમાં વધારો થઈ રહ્યો છે પરંતુ શર્મજનક બાબત છે કે વિશ્વના ટોચના ૪૦૦૦ વૈજ્ઞાનિકોમાંથી માત્ર ૧ ટકા જ વૈજ્ઞાનિકો ભારતમાંથી બન્યા છે અને ટોચના વૈજ્ઞાનિકોમાં સામેલ થયેલા ૧૦ ભારતીય વૈજ્ઞાનિકો પણ ખ્યાતનામ સંસ્થામાંથી આવતા નથી.
કલેરીવેટ એનાલીટીકસના રિપોર્ટ મુજબ રિસર્ચ કરવામાં આવ્યું હતું. જેને એમીનેન્ટ સાયન્ટીસ કહેવાતા સાયન્ટીફીક એડવાઈઝરી કાઉન્સીલના પૂર્વ ચેરમેન સી.એન.આર રાવના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું હતું. ૮૦ ટકાથી પણ વધુ નામ એવા છે જે ૬૦ દેશો માટે પુરતા છે. આ વૈજ્ઞાનિકો ૧૦ દેશોમાંથી આવે છે. નોંધનીય છે કે, ૭૦ ટકા વૈજ્ઞાનિકો માત્ર ૫ દેશમાંથી આવે છે. ૧૮૬ વૈજ્ઞાનિકો હાવર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરી ચૂકયા છે.
જયારે ભારતનું યોગદાન તેમાં નહીંવત કહી શકાય. ૨૬૩૯ વૈજ્ઞાનિકો અમેરિકામાંથી આવે છે. બીજા નંબરે ૫૪૬ સાથે લંડન અને ૪૮૨ સાથે ચીન ત્રીજા ક્રમે છે. દિનેશ મોહને કહ્યું કે, ગત વર્ષ કરતા આ વર્ષે પાંચ ભારતીયોની વૈજ્ઞાનિક ક્ષેત્રે ઘટ થઈ છે.ભારતે રિસર્ચ પોલીટીમાં વધારો કરવાની સાથે ટેકનોલોજીમાં ડેવલોપમેન્ટની તાતી જરૂરીયાત છે. ૧૫ વર્ષ પહેલા ચીન અને ભારત એક જ સ્તરે હતા ત્યારે આજે ચીન ત્રીજા નંબરનું સૌથી વધુ વૈજ્ઞાનિક ધરાવતો દેશ બની ચૂકયું છે. ચીન કુલ ટોચના વૈજ્ઞાનિકોના ૧૬ ટકા ધરાવે છે.ભારતમાંથી આલોક અને જયોતિ મિતલ એક મેરિડ કપલ છે જેમાં સૌપ્રથમ મહિલા રિસર્ચર બની છે જેમાં ટોચના ૪૦૦૦ વૈજ્ઞાનિકોમાં સ્થાન મેળવ્યું છે. આઈઆઈટી મદ્રાસમાં રજનીશકુમાર, લાઈફ સાયન્સ ઈન્સ્ટિટયુટના સંજીબ સાહુ ઈન્ટરનેશનલ ક્રોપ રિસર્ચ ઈન્સ્ટિટયુટના રાજીવ વર્ષનૈય અને કોઈમ્તુરના શખતીવેલ રાથીના સ્વામીએ ટોચના વૈજ્ઞાનિકોમાં સ્થાન મેળવ્યું છે.