રેલવે દ્વારા દરેક વેલેટ રિચાર્જ પર પ ટકા બોનસ આપવાની પણ જાહેરાત
પશ્ચીમ રેલવેના રાજકોટ મંડળ દ્વારા ૧૭ સપ્ટેમ્બરથી યુટીએમ ઓનલાઇન મોબાઇલ એપ શરુ કરી રહ્યું છે. પશ્ચીમ રેલવેના જંકશન સ્ટેશનો પર મોબાઇલ ટીકીટીંગ પહેલેથી જ ઉપલબ્ધ છે અને હેલ્પલાઇન નંબર ૧૩૮ પર કર્મચારીઓ મુસાફરોને થતી સમસ્યાનું નિવારણ પણ કરશે. આ અંગે પી.બી. નિનાવે જણાવ્યું કે યુટીએસ એપ શરુ કરવાનો મુખ્ય ઉદેશ્ય મુસાફરોને ડિજીટલ ટીકીટીંગ માઘ્યમ સાથે જોડવાનું છે.
મોબાઇલ ટીકીરીંગને પ્રોત્સાહન આપવા પ્રત્યેક આર વૈલેટ રિચાર્જ પર પ ટકા ડિસ્કાઉન્ટ બોનસ આપવાની પણ જાહેરાત કરી છે. પશ્ચીમ રેલવેના બધા મંડળો પર ઓનલાઇન યુટીએસ એપની સુવિધા ઉપલબ્ધ થશે. આ એપની કેટલીક વિશેષતાઓ
* એડ્રોઇડ, આઇઓએસ તથા વિંડો આધારીત સ્માર્ટ ફોન પર ગુગલ પ્લેટ સ્ટોરમાંથી નિ:શુલ્ક ડાઉન લોડ થઇ શકશે.
* બધી જ આરક્ષિત તેમજ સીઝન ટીકીટ બુક થઇ શકશે.
* કિવક બુકિંગ વિકલ્પ સાથે સરળ એપ
* સ્ટેશન પરિસમાં ટિકીટ બુકિંગ માટે કયુઆર સ્કેન વિકલ્પ
* પેપર લેસ તેમજ પેપર ટિકીટ બન્ને ઉ૫લબ્ધ
* સમર્પિત કસ્ટમર કેયર નંબર ૧૩૮ ઉપલબ્ધ
* કોઇપણ પેટીએમ, મોબી કિવક, ફી ચાર્જ સહીત ઇનબિલ્ટ આર વૈલેટ ના માઘ્યમથી રિચાર્જ કરાવાશે.