ટિકિટનો ભાવ રૂ.૫૦૦થી ‚રૂ.૮૦૦૦: ટુંક સમયમાં કાઉન્ટર પરથી પણ ટિકિટનું વેચાણ શ‚ કરાશે: રાજકોટમાં ૭મી એપ્રીલે આઈપીએલની પ્રથમ મેચ: પ્રથમવાર પાંચ મેચોની સીઝન ટીકીટ પણ ઉપલબ્ધ
રાજકોટમાં આઈપીએલ સિઝન ૧૦ની કુલ પાંચ મેચો રમાવાની છે. જેના માટે આજથી ઓનલાઈન ટિકિટ વેચાણનો આરંભ કરી દેવામાં આવ્યો છે. ટિકિટનો ભાવ 500 થી ૮૦૦૦ સુધીનો છે. આગામી દિવસોમાં ટિકિટ કાઉન્ટર પરથી ટિકિટનું વેચાણ શ‚ કરવામાં આવશે. રાજકોટમાં આગામી ૭મી એપ્રીલના રોજ આઈપીએલની પ્રથમ મેચ ગુજરાત લાયન્સ અને કોલકતા નાઈટ રાઈડર વચ્ચે રમાશે. હોમ ગ્રાઉન્ડ પર આ ગુજરાત લાયન્સની પ્રથમ મેચ હોય રાજકોટમાં ઓપનીંગ સેરેમની પણ યોજાશે. જેમાં બોલીવુડના બાદશાહ શાહ‚ખ ખાન સહિતની હસ્તીઓ ઉપસ્થિત રહે તેવી સંભાવના જણાય રહી છે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના મિડિયા મેનેજર હિમાંશુભાઈ શાહે જણાવ્યું હતું કે, આઈપીએલ સિઝન ૧૦માં એસસીએના ખંઢેરી સ્થિત ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ૭મી એપ્રીલના રોજ ગુજરાત લાયન્સ અને કોલકતા નાઈટ રાઈડર્સ વચ્ચે ૧૪મી એપ્રીલના રોજ ગુજરાત લાયન્સ તથા રાઈઝીંગ પૂણે સુપર જાયન્ટસ ૧૮મીએ ગુજરાત લાયન્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે ૨૩મીએ ગુજરાત લાયન્સ તથા કિંગ્સઈલેવન પંજાબ વચ્ચે અને ૨૯મી એપ્રીલના રોજ ગુજરાત લાયન્સ અને મુંબઈ ઈન્ડિયન વચ્ચે મેચ રમાશે. તમામ પાંચેય મેચ માટે આજથી ઓનલાઈન ટિકિટ વેચાણ શ‚ કરી દેવામાં આવ્યું છે. ગુજરાત લાયન્સની વેબસાઈટ ૂૂૂ.વિંય લીષફિહિંશજ્ઞક્ષત.ભજ્ઞળ અથવા .શિંભસયલિંયક્ષશય.ભજ્ઞળ પરથી ચાહકો ટિકિટની ખરીદી કરી શકશે.
તેઓએ વધુમાં ઉમેર્યુ હતું કે, રાત્રીના આઠ કલાકથી શ‚ થતી તમામ મેચની ટિકિટનો ભાવ સાઉથ પેવેલીયનમાં લેવલ-૧માં બ્લોક નંબર-૧ અને ૨ માં રૂ.૮૦૦૦, લેવલ-૧ બ્લોક ૩ અને ૪ માં રૂ.૨૫૦૦, લેવલ-૩માં રૂ.૩૦૦૦, કોર્પોરેટર બોકસમાં પ્રતિ ટિકિટના રૂ.૮૦૦૦ વેસ્ટ સ્ટેન્ડમાં લેવલ-૧માં રૂ.૯૦૦, લેવલ-૨માં રૂ.૧૩૫૦, લેવલ-૩માં રૂ.૧૨૦૦, કોર્પોરેટ બોકસમાં લેવલ-૨માં 8000 અને રૂ.૭૦૦૦ ઈસ્ટ સ્ટેન્ડમાં લેવલ-૧માં રૂ૭૫૦, લેવલ-૨માં રૂ.૧૧૦૦, લેવલ-૩માં 3000 ૧૦૦૦ રાખવામાં આવ્યા છે. જયારે બપોરે ૪ કલાકથી શ‚ થતી મેચમાં સાઉથ પેવેલીયનમાં લેવલ-૧ બ્લોક ૧ અને ૨ માં રૂ.૭૦૦૦, લેવલ-૧ બ્લોક નં.૩ અને ૪માં રૂ.૨૫૦૦, લેવલ-૩ ‚ર.૨૦૦૦ કોર્પોરેટ બોકસમાં પ્રતિવ્યકિતના રૂ.૭૦૦૦, વેસ્ટ સ્ટેન્ડમાં લેવલ-૧ના રૂ૭૫૦, લેવલ-૨માં રૂ.૧૨૦૦, લેવલ-૩માં રૂ.૧૦૦૦, કોર્પોરેટર બોકસમાં પ્રતિ ટિકિટના રૂ.૬૦૦૦ અને રૂ.૫૦૦૦ જયારે ઈસ્ટ સ્ટેન્ડમાં લેવલ-૧માં રૂ.૫૦૦, લેવલ-૨માં રૂ.૮૦૦ તથા લેવલ-૩માં 1000 નો ભાવ નિયત કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત તમામ કેટેગરીમાં પાંચેય મેચની સિઝન ટિકિટ પણ ઉપલબ્ધ છે. ટુંક સમયમાં રાજકોટમાં તમામ ટિકિટ કાઉન્ટર પરથી ટિકિટનું વેચાણ શ‚ કરાશે.