સિંગાપુરમાં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું કે જયારથી ઓનલાઇન અભ્યાસથી શરૂઆત થઇ ત્યારથી બાળકોની આંખો પર જોખમ વધી ગયું છે
- નેટવર્કના ધાંધીયા !!
ઓનલાઇન અભ્યાસ દરમ્યાન નેટવર્કના અભાવે બાળકો કલાકો સુધી બિનજરૂરી રીતે કોમ્પ્યુટર લેપટોપ કે મોબાઇલ સામે બેસી રહે છે. જે આંખો માટે ખતરનાક છે.
- સતત સ્ક્રીન જોવાથી આંખો ત્રાસી થવાની શકયતા
પાંચ વર્ષ સુધીના બાળકોને તો મોબાઇલ, લેપટોપનો ઉપયોગ ફરજીયાત બંધ કરાવો, પ થી ૧૦ વર્ષનાને ફકત બે કલાક, ૧૦ થી ૧પ વર્ષનાને ત્રણ કલાકને ૧પ થી મોટાને ચાર કલાક ઓન-લાઇન અભ્યાસ કરાવવો તેની આંખો માટે હિતાવહ છે. દર ૪૦ મીનીટે ર૦ મીનીટનો આરામ અવશ્ય કરવો જરૂરી છે.
નાનકડું ટબુકડું બાળક…. હજી તેની રમવાની ઉંમર છે, મા-બાપ સાથે હસવા-કુદવાની ઉંમર છે. ત્યાં જ તેને જોખમમાં મૂકી દેવાનું આવું કેમ ચાલે મનોવિજ્ઞાન આ ટબુકડાનું કોણ સમજશે કોરોના મહામારી એક વર્ષ કદાચ બગાડે તો શું ખરાબ થઇ જવાનું છે. બાળકોના મનોવિજ્ઞાનનાં મતે બાળક રમતિયાળ હોય છે તેને તેની જેવડા બાળ મિત્રો સાથે બહાર શેરીમાં રમવું ગમે છે. પણ કોરોનાને કારણે બંધ થયું, મોટા પણ કંટાવ્યા છે. તો આ ટબુકડાની શી વિસાત !! આને કારણે તે ચિડિયો થયો, ઝીંદી થયો, મા-બાપ તો પહેલેથી હતા. એવામાં પ્લે હાઉસ વાળા કે ધો. ૧ થી ૮ ની શાળા કે હાઇસ્કુલ વાળા આખો દિવસ ટચુકડા મોબાઇલમાં ઓનલાઇન ભણાવે છે મોબાઇલ સામે લાંબો સમય બેસવાનો કેવા ગંભીર પરિણામો આવે તે શાળા-કોલેજને કોણ સમજાવે.
ઓનલાઇન અભ્યાસ કયાંક નાનકડી આંખોને ‘સોફ’ન કરી દે વિવિધ તારણો સર્વેમાં પણ જાણવા મળ્યું છે કે સતત મોબાઇલ સામે બેસવાથી આંખ ત્રાસી થવા ઉપરાંત માયોપીયાનું જોખમ વધે છે. મોબાઇલ અને લેપટોપ પર ઓનલાઇન અભ્યાસની શરૂઆત થતાં જ બાળકોની આંખો પર જોખમ વધી ગયું છે. આ બધી રામાયણમાં ભણવાને બદલે નાનકડી આંખ ઓફ ન થઇ જાય,
તાજેતરમાં વિદેશમાં થયેલ એક સર્વેમાં ચોંકાવનારા તારણો બહાર આવ્યા છે. જેને વિખ્યાત આંખના ડોકટરે પણ પુષ્ટિ કરી છે. હજી તો શરૂઆત થઇ ત્યાં જ મા-બાપો બાળકોની આંખોની ફરીયાદ લઇને ડોકટર પાસે જવા લાગ્યા છે. સામાન્ય તકલીફમાં આંખનો દુ:ખાવો, ઝાંખુ દેખાવું, ચશ્માની જરૂરીયાત, આંખો ત્રાસી થવી આંસુ પડવા અથવા સુકી થઇ જવી ઘણી તકલીફો બાળ દોસ્તોને થવા લાગી છે જો આમને આમ આ’ડિંડક ચાલુ રહ્યું છે. તો બાળકોની આંખોની રોશની જતી રહેવાની એ વાત નકકી છે. મુખ્યત્વે નેટવર્કના પ્રોબ્લેમન કારણે બાળકો બિનજરૂરી કોમ્પ્યુટર કે મોબાઇલ સામે જ બેસી રહે છે. જે આંખો માટે ખતરનાક છે.
સૌથી મોટી સમસ્યા બાળક ચીડીયાપણુ થઇ ગયું છે. તેમજ સતત સ્ક્રીન જોવાથી આંખો ત્રાસી થવા માંડી છે. એક અભ્યાસ મુજર ૦ થી ૫ વર્ષ સુધીના બાળકોને મોબાઇલ, લેપટોપનો ઉપયોગ ન જ કરાવવો, પ થી ૧૦ વર્ષનું હોય તો આખા દિવસમાં બે જ કલાક, ૧૦ થી ૧પ વર્ષ તો ત્રણ કલાક, ૧૫ વર્ષથી ઉપરના તમામ મિત્રોને પાંચ કલાક અભ્યાસ કરવો આંખો માટે હિતાવહ છે. એમાં પણ દર ચાલીસ મીનીટે ર૦ મીનીટનો આરામ ૧૦૦ ટકા લેવા જરુરી છે. સતત આ પ્રક્રિયા ચાલશે તો દર મહિને તમારા સંતાનોની આંખો ચેક કરાવી લેશો.
ઘણા બાળકોને દૂરની દ્રષ્ટિ નબળી પડી, વારંવાર પાણી નીકળે કે માથાના દુ:ખાવાની ફરીયાદો થવા લાગી છે. શાળાએ ન જવાથી મિત્રો ન મળી શકવાથી તેમાં ‘તાણ’ વધી રહ્યું છે. ઓનલાઇન અભ્યાસક્રમથી સામાજીક સમસ્યા વધી રહી છે. બાળકો માટે અલાયદો મોબાઇલ આપવો પણ અઘરું થઇ પડયું છે. શાળા સંકુલો પણ સવારે ૮ થી ૧ર ને બપોરે ૧ થી પ એમ સતત ઓનલાઇન ભણાવે છે ભારે સમસ્યા કેવી ગંભીર થશે એ તો સમય જ બતાવશે.