કોરોના વાયરસની મહામારીના કારણે શાળાઓ બંધ છે, આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓને ઘરે બેઠા શિક્ષણ મળે તે માટે ઓનલાઈન ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ વિદ્યાર્થીઓ જ્યારે ક્લાસમાં બેસીને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રીત ન કરી શકતા હોઇ, તો હવે ઓનલાઈન કેટલું ધ્યાન કેન્દ્રીત કરી શકે ? તેમજ ઘણા બધા એવા પરિબળો છે, જે તેમના અભ્યાસમાં ખલેલ પોચડી શકે છે.
ઓનલાઈન ક્લાસ બાળકો ફોન અને ટેબલેટ લઈ અને એક અલગ રૂમમાં બેસતા હોય છે, જ્યારે અનેક બાળકો ગેમ તથા કાર્ટૂન પણ જોવા લગતા હોય છે, જો બીજી તરફ વાત કર્યે તો ઘરમાં ચાલતી બીજી ઘણી એક્ટિવિટી ને કારણે બાળકોના અભ્યાસ માં ખલેલ પોચતી હોય છે, જેના કારણે એ પૂરું ધ્યાન અભ્યાસમાં ધ્યાન આપો શકતા નથી, પ્રેશક કૂકરની સીટિનો અવાજ, મ્યૂઝિક, ઘરમાં થતી વાતચીત, પાડોશીઓનો ઘોંઘાટ સહિતના ઘણા એવા પરિબળો છે, જેના કારણે વર્ચ્યુઅલ ક્લાસમાં વિદ્યાર્થીઓનું ધ્યાન અભ્યાસના બદલે બીજે ક્યાંક ભટકી જાય છે. માઈક્રોસોફ્ટ ટીમ, ઝૂમ અને ગૂગલ હેંગઆઉટ જેવા પ્લેટફોર્મ દ્વારા શાળાઓ વિદ્યાર્થીઓને અભ્યાસ તો કરાવી રહ્યા છે. પરંતુ ક્લાસરૂમમાં અભ્યાસ અને ઘરે બેઠા અભ્યાસ વચ્ચેની જે ખામીઓ છે તે પૂરી શકાય તેમ નથી.તેમજ વાલીઑ ને પણ હજુ ઓનલાઈન ક્લાસ સમજમાં આવતા નથી,
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો :
https://t.me/abtakmedia
જો હવે માધ્યમ વર્ગના પરિવારની વાત કરવામાં આવે તો અત્યારે પરિવાર માં બે-ટીઆરએન બાળકો હોઈ ત્યારે ઘરમાં એક જ સ્માર્ટ ફોન હોઈ છે, આવા પણ ઘણા કિસા સામે આવ્યા છે,જેથી વાલીઓ પામ મુશ્કેલીમાં મુકાય ગયા છે, તેમજ ઘણા વાલીઓ ને કેવી રીતે કનેક્ટ કરતાં પણ નથી.
તેમજ ઓનલાઈન ક્લાસથી બાળકોની આંખને પણ નુકશાન પોહશે છે, બાળકોને ઝૂમ કરી કરી ને હોમવર્ક કરવું પડતું હોઈ છે, તેમજ હવે તો એ હોમવર્ક ના ફોટા પડીને શિક્ષકને મોકલવા ના હોઈ છે, ઘણા વાલી ઓ પોતાના બાળકો ને અમુક વર્ષ પછી જ સ્માર્ટ ફોન આપતા હોઈ છે, અને બીજી બધી સોશિયલ નેટવર્કિંગ સાઇટથી દૂર રાખતા હોઈ છે, પરંતુ હાલની પરિસ્થિતી પ્રમાણે તેમણે નાની વર્યમાં જ સોશિયલ નેટવર્કિંગ સાઇટ આપવી પડે છે, જે અમુક સમયે ખતરા સમાન સાબિત થઈ શકે છે. ત્યારે આવા સમયમાં શિક્ષણ પણ ખતરા સમાન બની ગયું છે, વાલી અને બાળકો બંને મુજવાનમાં મુકાયા છે.