પ્રેમલો : જાનું (મોટું બહાનું !!!), થેક્યું મારી લાઇફમાં આવવા માટે…(અને જાવા માટે ડબલ થેંક્યુ પણ ખબર નહિં બિચારાને એ વારો ક્યારે આવશે….)
પ્રેમલી : Awwwww (આવું અવવવવવ કોણે શોધ્યું અલા, છે કોણ લેખક મને મળવું છે ()
પ્રેમલો : તું ન હોત તો મારું શું થાત !!! (હાથના કર્યા હૈયે વાગે-)
પ્રેમલી : હું તને ક્યારેય કોઇ તકલીફ નહીં પડવા દવ (મન તો ધક્કો મારીને આખી પાડી દેવાનું થતું હશે)
પ્રેમલી : આ દિવસ મારા માટે યાદગાર બની ગયો (વાસણ વાળી બાઇ નહીં આવી હોય)
પ્રેમલો : આ ટેડી તારા માટે….તારા જેવું જ ક્યુટ છે (સાચું બોલ, બાઘડા જેવું વાંદરું છે એલા આ)
પ્રેમલી : મેં જરુર કોઇ પુણ્ય કર્યા હશે કે તું મારી લાઇફનો હિસ્સો બન્યો (મેગીયુ ખાધી હશે ઉપવાસમાં મારી જેમ)
પ્રેમલો : મારો અને સાથ આમ જ સાચવજે (ઢગા, તું કઇ વોલેટ છો)
પ્રેમલી : હું તારા વગર જીવી નહીં શકું (અરે બકુ, ચલ આજી ડેમમાં પડીશ કે ન્યારી ડેમમાં)
(પ્રેમના તે કંઇ દિવસો હોતા હશે, પ્રેમની તો પળે પણ હોય : હર ક્ષણ હોય!!!)
– સ્નેહલ તન્ના