દક્ષિણ લંડનમાં રહેતી મહિલા કોરીન પ્રિટોરિયસકોને તે સમયે ઝટકો લાગ્યો જ્યારે તેના નામે ઘરે કુરિયર આવ્યું પહેલા તો તેને થયું કે આ ઓર્ડર તેના પતિ અથવા પુત્રે કયું હશે પરંતુ હકિકતમાં આ ઓર્ડર તેના પોપટે કર્યો હતો. જી….હા…. તેના પાલતુ આફ્રિકન પોપટે કર્યો જેને તે ‘બડી’ કહીને બોલાવતી હતી. હવે તમને ચોક્કસ વિચાર આવતો હશે કે આ તે કઇ રીતે શક્ય છે ? ખરેખર બન્યું કંઇક એવું કે બડીના પિંજરા પાસે જ એક વોઇસ કંન્ટ્રોલ ગેજેટ પડ્યુ હતું. જેમાં અલેસ્કા નામથી આ ગેજેટમાં એમેજોન ઓનલાઇન શોપિંગ કરી શકાતી હતી. જો તેમાં તમારુ વોઇસ કમાન્ડ સેટ કરેલુ છે. તો તમે ઓર્ડર કરી શકો છો. જ્યારે કોરીન ઘરે નહતી ત્યારે બડીએ તે ગેજેટ પર પોતાનો અવાજ રેકોર્ડ કરી કંપનીમાં મોકલી દીધો. જે સ્વિકારવામાં આવ્યું અને તેના રજીસ્ટર્ડ એડ્રેસ પર પહોંચી ગયુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.