રાજકોટમાં ૭ નવેમ્બરના રોજ રમાનારી
ટિકિટ કાઉન્ટર ૩૧મીએ શરૂ કરાશે: ટિકિટનો ભાવ રૂ.૪૦૦ થી લઈ ૬૦૦૦, બન્ને ટીમોનું ૪ નવેમ્બરે આગમન
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આગામી ૭ નવેમ્બરે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશીએશન સ્ટેડિયમ ખાતે રમાનારી ટી-૨૦ મેચ માટેની ટિકિટનું આગામી સોમવારથી ઓનલાઈન વેંચાણ શરૂ કરી દેવામાં આવશે. જ્યારે ટિકિટ કાઉન્ટર દિવાળી પછી એટલે કે ૩૧ ઓકટોબરી શરૂ કરવામાં આવશે. ટિકિટનો ભાવ રૂ.૪૦૦થી લઈ ૬૦૦૦ સુધીનો છે. બન્ને ટીમોનું ૪ નવેમ્બરના રોજ આગમન થઈ જશે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એશોસીએશનના સુત્રોના જણાવ્યાનુસાર આગામી ૭ નવેમ્બર ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમારીનારી ભારત-બાંગ્લાદેશની ટી-૨૦ મેચ માટેની ટિકિટનું આગામી ૨૧ ઓકટોબરથી www.saucricket.com અને ww.bookmyshow.com પરથી ટિકિટનું વેંચાણ શરૂ કરવામાં આવશે. જ્યારે ૩૧ ઓકટોબરથી ઓફલાઈન ટિકિટ વેંચાણ માટે કાઉન્ટર શરૂ કરવામાં આવશે. ભારત અને બાંગ્લાદેશની ટીમનું ૪ નવેમ્બર ચાર્ટડ ફલાઈટમાં દિલ્હીથી રાજકોટ આગમન થશે. બાંગ્લાદેશની ટીમે ૫ અને ૬ નવેમ્બરના રોજ સવારના સમયે જ્યારે ભારતની ટીમ સાંજના સમયે નેટ પ્રેક્ટિશ કરશે. ૭ નવેમ્બરે બન્ને ટીમો વચ્ચે ટી-૨૦ મેચ રમાશે.
ટિકિટનો ભાવ સાઉથ પેવેલીયમાં સાઉથ લેવલ-૧ બ્લોક નં.૧ અને ૨માં ડિનર સાથે રૂ.૩૦૦૦, સાઉથ લેવલ-૨ બ્લોક નં.જે,કે,એલ,એમ માં હોસ્પિટાલીટી સાથે રૂ.૩૦૦૦, સાઉથ લેવલ-૩માં રૂ.૨૦૦૦, સાઉથ કોર્પોરેટ બોકસમાં હોસ્પિટાલીટી સાથે રૂ.૬૦૦૦, વેસ્ટ સ્ટેન્ડમાં વેસ્ટ સ્ટેન્ડ લેવલ-૧માં રૂ.૧૨૦૦, વેસ્ટ લેવલ-૨ના રૂ.૧૫૦૦, વેસ્ટ સ્ટેન્ડ લેવલ-૧૫૦૦, વેસ્ટ સ્ટેન્ડ કોર્પોરેટ બોકસ હોસ્પિટાલીટી સાથે રૂ.૫૦૦૦, ઈસ્ટ સ્ટેન્ડમાં લેવલ-૧માં રૂ.૫૦૦, લેવલ-૨માં રૂ.૪૦૦ અને લેવલ-૩માં રૂ.૪૦૦ રહેશે. બાંગ્લાદેશની ટીમ પ્રથમ વખત રાજકોટ ખાતે ઈન્ટરનેશનલ મેચ રમવા માટે આવશે.