વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ વેરીફાઇ માટે દેશભરના ૩૩ હેલ્પલાઇન સેન્ટરો રવિવારે પણ ખુલ્લા રહેશે
હાલ, મેડીકલ કોલેજોમાં પ્રવેશને લઈ વિદ્યાર્થીઓમાં ભારે ઘર્ષણ જોવા મળી રહ્યું છે. ત્યારે આ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ૧૯મી સુધી ખુલ્લુ રહેશે, ગુજરાતમાં ૧૪૦૦૦ મેડીકલ અને પેરામેડીકલ સીટો માટેના ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ ૧૯મી જુલાઈ સુધી કરી શકશે.
મેડીકલ કોર્ષોના રજીસ્ટ્રેશન માટે પર્સનલ આઈડેન્ટીફીકેશન નંબર (પીઆઈએન) ૧૮ જુલાઈ સુધીમાં તમામ વિદ્યાર્થીઓને મળી રહેશે તેમજ રજીસ્ટ્રેશન માટે દસ્તાવેજોની ચકાસણી એટલે કે વેરીફીકેશન પ્રોસેસ દેશના તમામે તમામ ૩૩ હેલ્પલાઈન સેન્ટરો પર ૨૦ જુલાઈ સુધી ચાલુ રહેશે જે રવિવારના રોજ પણ ખુલ્લા રહેશે.
સુત્રોના જણાવ્યા અનુસાર, મેરીટ લીસ્ટ ૨૩ જુલાઈના રોજ જાહેર થશે ત્યાં સુધીમા ૩૫૫૦૦ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશકીટ તેમજ પર્સનલ આઈડેન્ટીફેકીશન નંબર મળી ગયા હશે. જેમાંથી ૨૪૬૦૦ વિદ્યાર્થીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી ચૂકયા છે. પરંતુ માત્ર ૧૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓના જ ડોકયુમેન્ટ વેરીફાઈ થયા છે.
મેડીકલ કોર્ષો માટે કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા ૧૨ જુલાઈના રોજ શ‚ થઈ હતી જે અંતર્ગત ૧૫૬૪૦ વિદ્યાર્થીઓને પીન નંબર મળી ગયા છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે વિદ્યાર્થીઓ પાસે ૧૯મી સુધીનો સમય છે. જેનું મેરીટ લીસ્ટ ૨૩મીના રોજ જાહેર થશે.