પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે સેફ રાજકોટ એપ્લીકેશન લોન્ચ કરી: હોટસ્પોટ વિસ્તારના તમામ વ્યક્તિની ફોટા સાથેની ડિટેઇલ એપના માધ્યમથી જાણી શકાશે
સમગ્ર વિશ્ર્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે રાજકોટના જંગલેશ્ર્વર વિસ્તારમાં કોરોના પોઝિટીવ ઉતરોતર વધારો થતો અટકાવવા પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલે ટેકનોલોજીની મદદથી જંગ શ કર્યો છે. શહેરના હોટ સ્પોટ જાહેર થયેલા જંગલેશ્ર્વરના શહેરોની ઓનલાઇન હાજરી પુરવા સેફ રાજકોટ એટલીડેશન તૈયાર કરી છે. જેની મદદથી જંગલેશ્ર્વરના તમામ રહીશોની હલન ચલન પર દેખરેખ રાખવા માટે પોલીસ સ્ટાફને સજજ કરવામાં આવ્યો છે. જંગલેશ્ર્વર છોડીને કોઇ બહાર જશે અથવા જંગલેશ્ર્વરમાં કોઇ આવશે તેની જાણકારી તુરંત મળી રહેશે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેવુ પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલે જણાવ્યું છે. કોરોના વાયરસ અનુસંધાને સમગ્ર ભારતમા લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. અને લોકડાઉન સમય દરમ્યાન જે જે વિસ્તારમા રહેતા લોકો પૈકી કોઇ કોરોના પોઝીટીવ દર્દી બહારના વિસ્તારમા નજાય અને અન્ય વિસ્તારમા કોરોના વાયરસ ફેલાતો અટકે તે માટે પોલીસ દ્વારા તકેદારીના પગલાઓ લેવામાં આવી રહ્યા છે.
હાલમા રાજકોટ શહેર જંગલેશ્ર્વર વિસ્તારમા કોરોના પોઝીટીવ દર્દીની સંખ્યા મળી આવેલ છે અને જેમા ચેપગ્રસ્ત લોકો બાબતે મેડિકલ ડિપાર્ટમેન્ટ વધુમા વધુ કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમા આવેલા લોકોના નામુના લઇ અને રિર્પોટ કરાવવામાં આવી રહેલી છે જે દરમ્યાન જંગલેશ્ર્વર વિસ્તારમાં રહેતા લોકોને તેમના ઘરેજ રહેવા અને બહાર નહીં નીકળવા સુરક્ષીત રહેવા અપીલ કરવામાં આવેલ છે તેમજ ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવેલો છે. તેમ છતા અમીતભાઇ નાનજીભાઇ સાથલીયા ઉ.વ.૨૩ તથા તેમના પત્ની સુમીતાબેન વાઓ અમીતભાઇ સાથલીયા ઉ.વ.૨૦ રહે. જંગલેશ્ર્વર શરે નં.૨૧ રાજકોટ વાળાઓ ગઇ કાલ તા.૧૫ના રોજ જંગલેશ્ર્વર ખાતેથી ચાલી માધાપર ગામ નવરંગપરા ચામુંડા નગર તા.જી. રાજકોટ ખાતે કિરણબેન જયંતીભાઇ છીપરીયા નાઓના ઘરે જતા રહેલા હતા.
જેથી માધાપરના જાગૃત નાગરિક મારફત તેની જાણ પોલીસને થતા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં જંગલેશ્ર્વર વિસ્તારમાં કોરોના પોઝિટીવ દર્દીની સંખ્યા વધુ મળી આવતી હોય અને જયાંથી કોઇપણ રીતે કોઇ લોકો બહાર અન્ય વિસ્તારમાં ન જાય તે માટે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે યોગ્ય ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવેલો છે તેની સાથે સાથે પોલીસ કમિશ્નર મનોઅ અગ્રવાલ દ્વારા મેડીકલ ટીમ દ્વારા કોનનરાઇન કરવામાં આવેલા લોકો કોરનટાઇનનો ભંગ ન કરે તે માટે સેફ રાજકોટ નામની એપ્લીકેશન વિકસાવવામાં આવેલી છે. એપ્લીકેશન મારફત હાલ જંગલેશ્ર્વર વિસ્તારમાં રહેતા લોકોની પણ ઓનલાઇન હાજરી ફોટા તથા લોકેશન સહીતનીપુરવા માટે જંગલેશ્ર્વરના તમામ મકાન ખાતે જઇ તેઓના મોબાઇલ ફોનમા સેફ રાજકોટ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરી લીંક આપી તેઓને ઓનલાઇન ફોટા તથા લોકેશન સહીતની હાજરી પુરવા સમજ કરવા તજવીજ કરવામાં આવી રહી છે. જેના દ્વારા સમગ્ર જંગલેશ્ર્વર સીલ કરવામાં આવ્યું છે. જયાંથી હવે કોઇપણ વ્યકિત અન્ય બીજા વિસ્તારમાં જઇ શકશે નહીં કે ત્યા બહારના વિસ્તારના કોઇ લોકો પ્રવેશ કરી શકશે નહી અને ત્યાના રહેતા લોકોની રહેણાંક મકાન મુજબ ઓનલાઇન ફોટા તથા લોકેશન સાથેની સમયાંતરે હાજરી પુરવા કાર્યવાહી કરવામાં આવનાર છે. તેમજ સ્થાનીક બંદોબસ્તમાં રહેલા અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા પણ જંગલેશ્ર્વરમા રહેતા લોકોને ચેક કરી હાજરી પુરવામાં આવનાર છે અને જે કોઇ લોકો જંગલેશ્ર્વર વિસ્તારમાં પોતાનું મકાન છોડી બહાર જણાય આવશે તેઓને શોધી તેઓ વિરુઘ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમજ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જંગલેશ્ર્વર વિસ્તારમાં રહેતા લોકોને પોતાના ઘરમાં જ રહી પોતાના પરિવારને સ્વસ્થ રાખવા અપીલ કરી છે.