આ સ્પર્ધામાં ૬૦ સ્પર્ધકોએ ભાગ લીધો, બે કેટેગરીમાં કુલ ૮ વિજેતા જાહેર કરાયા
જે.સી.આઇ. રાજકોટ સિલ્વર જે જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ નામક વિશ્વવ્યાપિ સંગઠનના સનિક એકમ તરીકે છેલ્લા ૩૬ વર્ષી કાર્યરત છે અને યુવાનોના વ્યક્તિત્વવિકાસ, નેતૃત્વ કૌશલ્ય માં વૃદ્ધિ, પબ્લિક સ્પિકિંગ, ઉધ્યોગ્સાહ્સિકતા કેળવણી જેવી જીવન ઉપયોગી તાલિમ પુરી પાડવામાં અગ્રેસર છે. તાજેતરમાં સંસ્થા દ્વારા વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ ધ્યાનમાં લઈ ને આઇકોનિક ઇમેજ (ઓનલાઇન ફોટોગ્રાફી કોમ્પિટિશન) નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઓનલાઇન ફોટોગ્રાફી કોમ્પિટિશન)માં સ્પર્ધકે; પ્રકૃતિ એવા કોઈપણ પ્રખ્યાત સ્થળનો ડી.એસ.એલ.આર કેમેરા અથ્વા મોબાઇલ કેમેરા દ્વારા ૧ ફોટો ક્લિક કરી અને ૧ ફોટો એજ સ્થળ પર સેલફી એવા એ જ્ગીયાં સાથેનો પોતાનો ફોટો લઈ ને આ બંને ફોટોસ ફેસબુક પર અપલોડ અને ઇમેલ દ્વારા ૨૨મી ઓગસ્ટ ૨૦૨૦, શનિવાર રાત્રિ ના ૧૨ વાગ્યા સુધીમાં મોકલવાના હતા.
આ સ્પર્ધામાં ૬૦ સ્પર્ધકો એ ભાગ લીધો હતો અને ફોટોસ મોકલ્યા હતા. દરેક સ્પર્ધકના ફોટોસ રાજકોટના પ્રખ્યાત ફોટોગ્રાફરસ અને વિડિયોગ્રાફરસ દ્વારા શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતાં અને બંને કેટેગરી ડી.એસ.એલ.આર કેમેરા અને મોબાઇલ કેમેરા આમ બંને કેટેગરીમાં કુલ ૮ વિજેતા જાહેર કર્યા હતાં. દરેક વિજેતા ને જેસીઆઈ રાજકોટ સિલ્વર તરફી ભેટ, અંબાની ફોન્સ દ્વારા ગિફ્ટ વાઉચર અને બીમ પ્લાસ્ટિસ દ્વારા ભેટ આપી હતી. આ ઉપરાંત બંને પહેલા વિજેતા ને સ્ટુડિયો ડ્રીમ અને લર્ન વિ ફેઈ દ્વારા ફોટોગ્રાફી ઉપર ફ્રી સલાહ પણ આપવામાં આવશે. આ સ્પર્ધા ને સફળ બનવા અંબાની ફોન્સ, સ્ટુડિયો ડ્રીમ, લર્ન વિ ફેઈ, વેડિંગ વિ ફેઈ અને બીમ પ્લાસ્ટિસ તરફ થી પણ સારો સહયોગ મળ્યો હતો.
દરેક વિજેતાના નામ અને ફોટોસ જે.સી.આઈ રાજકોટ સિલ્વર ના ફેસબુક પેજ www. acebook. com/jcirajkotsilver પર અપલોડ કર્યા છે. દરેક વિજેતા ફેસબુક પેજ લાઈક કરી અને પેજ શેર કરવા વિનંતી. સમગ્ર કોમ્પિટિશન ને સફળ બનાવવા માટે પ્રમુખ જેસી મેઘા ચાવડા, સેક્રેટરી જેસી પ્રીતિ દુદકિયા, ઉપપ્રમુખ જેસી કમલ દક્ષિણી, ઉપપ્રમુખ જેસી રાજકુમાર પાટડિયા, જેસી પ્રશાંત સોલંકી અને સમગ્ર ટીમ જહેમત ઉઠાવી હતી. આ ઉપરાંત જે.સી.આઈ રાજકોટ સિલ્વરના કર્યો, પ્રોજેટ્સની માહિતી અને સંસ માં જોડાવા માટે www. facebook.com/ jcirajkotsilverના પેજ નિહારવા પી.આર.ઓ. જેસી હીના નર્સિયન એ યાદીમાં જણાવાયુ છે.