સરકારના મહેસુલ વિભાગના તા.૧૬-૦૮-૧૮ના પરિપત્રથી બીનખેતી પરવાનગી આપવાની કાર્ય પધ્ધતિ ઓનલાઈન કરવાનું ઠરાયેલ છે. મહેસુલ વિભાગ ગાંધીનગરના તા.૧૬-૦૮-૧૮થી બીનખેતી ઓનલાઈન અરજી તથા સોગંદનામાંના નમુનો નિયત થયેલ છે જે મુજબ ઓનલાઈન અરજી વેબસાઈટ www. onlinerevenue. gujarat.gov.in પર રજીસ્ટ્રેશન કરાવીને અરજી સોગંદનામુ તથા વધારાના જરૂરી ડોકયુમેન્ટ અપલોડ તેમજ પ્રોસેસ ફી ભરવાની પ્રક્રિયા અરજદારે કરવાની રહેશે.

એલઆરસી-૬૫ની ઓનલાઈન અરજી કરી નિયત અરજી સોગંદનામા તથા અન્ય ડોકયુમેન્ટ અપલોડ કર્યા બાદ પ્રોસેસ ફી ઓનલાઈન જમા કરાવવાની રહેશે.

આ ઓનલાઈન અરજીમાં પરિપત્ર મુજબ દર ચો.મી.ના રૂ.૦-૫૦ પૈસા પ્રોસેસ ફી ઠરાવેલ છે. પ્રોસેસ ફી ઓનલાઈન બેન્કિંગ પધ્ધતિ દ્વારા એસબીઆઈ સુરેન્દ્રનગરમાં કલેકટરના (ઈ-ધારા ફંડ)માં જમા થયા બાદ જ નિયત અરજી/સોગંદનામુ તથા અન્ય આધારો દિન-૧૦માં ‚બ‚ અથવા રજીસ્ટર્ડ એ.ડી.થી જમીન ૧,૨ શાખા ચીટનીશ શાખા કલેકટર કચેરી સુરેન્દ્રનગર ખાતે જમા કરાવવાના રહેશે.

બીન ખેતીની ઓનલાઈન અરજી કરવા માટે માર્ગદર્શન નાયબ મામલતદાર (જમીન ૧,૨) શાખા, કલેકટર કચેરી સુરેન્દ્રનગર ખાતેથી આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.