ઓક્સફર્ડ દ્વારા રજુ કરાઇ ઓનલાઇન ગુજરાતી ડિક્શનરી…..
ઓક્સફોર્ડ યુનિવર્સિટ પ્રેસ દ્વારા હિન્દી બાદ ભારતીય ભાષાઓ પર વધોર ફોક્સ રાખવા ગુજરાતી અને તમિલમાં પણ ઓનલાઇન ડિક્શનરી લોન્ચ કરી છે.
આ ઉપરાંત ઓક્સફર્ડ ગ્લોબલ લેન્ગ્વેજીસ (OGL) પ્રોગ્રામના હેતુ અંગે અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ લોકોને તેમની માતૃભાષામાં ક્ધટેન્ટ મળી રહે તે છે. ભલે તે કોઇ વેબસાઇટ મારફતે હોય કે એપ મારફતે….
શું અંગ્રેજી પર આધાર ઓછો થશે ?
આખા વિશ્ર્વમાં ડિજીટલ કેમ્યુનિકેશનમાં ઇંગ્લીશ, ચાઇનીઝ અને સ્પેનીશ જેવી પ્રમુખ ભાષાઓનું વર્ચસ્વ જોવા મળે છે તેથી ઇન્ટરનેટ પરના લખાણ અને સાહિત્યને પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ બનવાનો સમય આવી ગયો છે તેથી અમે ભારતીય ભાષાઓ પર વધારે ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છીએ.