જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢની વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી દ્વારા ઓન લાઈન ખેડૂત તાલીમ યોજાઇ ગઈ. જેમાં અંદાજે ૧૨૦ ખેડૂતોએ આ તાલીમમાં જોડાઈ માર્ગદર્શન મેળવેલ હતું. આ ઓનલાઇન તાલીમમાં તજજ્ઞો કીટકશાસ્ત્રનાં વડા ડો.એમ.એફ.આચાર્યએ પાકમાં આવતી જીવતો વિષે વિગતવાર માહિતી આપી. રોગશાસ્ત્રનાં વડા ડો. એલ.એફ. અકબરીએ હવે પાકમાં આવતા રોગો વિષે માહિતી આપી હતી તેમજ કપાસની સમસ્યા માટે ડો. ડી.કે. ડાવરા, શાકભાજી અંગે ડો. કે.બી. આસોદરિયા તેમજ પાણી ભરાવાના કારણે શું કરવું તેની વિગતવાર માહિતી કૃષિ વિજ્ઞાનના વડા ડો. આર.કે. માથુકીયાએ આપી હતી, આ કાર્યક્રમમાં ડો.જી.આર.ગોહિલે ઉપસ્થિત મહાનુંભાવોનું સ્વાગત, સંકલન અને સંચાલન કરેલ હતું.
Trending
- બ્લુ વન પીસમાં આરોહી પટેલ લાગી જલપરી
- ધરતી આબા ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો નેત્રંગથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે શુભારંભ
- માંડા ડુંગર પાસે નામચીન શખ્સે પત્રકાર ઉપર કર્યો હુમલો
- 33 સ્થળે પે-એન્ડ-પાર્કિંગ માટે ટેન્ડર પ્રસિદ્ધ: વાહન ચાલકોએ ભાવ વધારો ચૂકવવો પડશે
- ‘Whatsapp પર પ્રતિબંધ મૂકો, નિયમોનું નથી કરી રહ્યું પાલન’, SC એ ફગાવી અરજી
- કાર્યકરો – લોકોના આશિર્વાદથી સેવાકાર્યા માટે ઉર્જા મળે છે: ઉદય કાનગડ
- માંગરોળ: બંદર ખાતે ઈ-કેવાયસી કાર્યક્રમ યોજાયો
- કાર્તિકી પૂર્ણિમા મેળામાં ચોથા દિવસે 3 લાખ થી વધુ સેહલાણીઓએ ભાગ લીધો