થ્રી-વ્હીલર માટે ૨૬મીથી ઓનલાઈન હરરાજીથ્રી-વ્હીલર માટે ૨૬મીથી ઓનલાઈન હરરાજી

પ્રાદેશિક વાહનવ્યવહારની કચેરી,રાજકોટ દ્વારા મોટરકાર પ્રકારના વાહનો માટે GJ-૦૩-KH થી GJ-૦૩-KP  સીરીઝના ૧ થી ૯૯૯૯ સુધીના નંબરો તથા અગાઉના બાકી રહેતા ગોલ્ડન તેમજ સિલ્વર નંબરોની સીરીઝ રી-ઈ ઓકશની શરુ કરવામાં આવશે. ગોલ્ડન નંબર માટે ઓછામાં ઓછી ફી રૂ. ૨૫,૦૦૦/-, સિલ્વર નંબર માટે રૂ. ૧૦,૦૦૦/- ફી રાખવામાં આવી છે. ગોલ્ડન, સિલ્વર તેમજ અન્ય પસંદગીના નંબરો મેળવવા માટે તા. ૧૯/૧૧/૨૦૧૮ થી તા. ૨૩/૧૧/૨૦૧૮ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તા.૨૪/૧૧/૨૦૧૮ ના રોજ સવારે ૧૧:૦૦ કલાક થી તા. ૨૬/૧૧/૨૦૧૮ ના સાંજના ૪:૦૦ કલાક સુધી ઓનલાઈન ઈ-ઓકશન ચાલુ રહેશે. ઓકસન પૂર્ણ થયે વર્ગીકરણનું લિસ્ટ્ તા. ૨૬/૧૧/૨૦૧૮ ના  રોજ નોટિસબોર્ડ પર સાંજે ૫:૦૦ કલાકે પ્રસિધ્ધ  કરવામાં આવશે.

ઈ-ઓકશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સફળ અરજદારે ભરવા પાત્ર થતી રકમ દિવસ  ૫ માં ઈ-પેમેન્ટ થી ભરી દેવી તેમજ હરરાજીમાં નિષ્ફળ ગયેલ ઉમદેવારને દિવસ પાંચમાં નાણા પરત કરવામાં આવશે. ઉપરોક્ત તારીખ સિવાય પસંદગીના નંબર માટે પૂછપરછ કરવા કચેરીનો સંપર્ક કરવો નહીં. જેની નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, રાજકોટ દ્વારા જણાવાયુ છે.

જયારે પ્રાદેશિક વાહનવ્યવહારની કચેરી,રાજકોટ દ્વારા મોટરસાયકલ પ્રકારના વાહનો માટે GJ-૦૩-KD થી GJ-૦૩-KR સીરીઝના ૧ થી ૯૯૯૯ સુધીના નંબરો તથા અગાઉના બાકી રહેતા ગોલ્ડન તેમજ સિલ્વર નંબરોની સીરીઝ રી-ઈ ઓકશન થી શરુ કરવામાં આવનાર છે.

ગોલ્ડન નંબર માટે ઓછામાં ઓછી ફી રૂ. ૫૦૦૦, સિલ્વર નંબર માટે રૂ. ૨૦૦૦ તેમજ અન્ય પસંદગીના નંબર માટે ઓછામાં ઓછી ફી રૂ. ૧૦૦૦ રાખવામાં આવેલ છે.

ગોલ્ડન, સિલ્વર તેમજ અન્ય પસંદગીના નંબરો મેળવવા માટે તા. ૨૬/૧૧/૨૦૧૮ થી તા. ૨૮/૧૧/૨૦૧૮ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તા.૨૯/૧૧/૨૦૧૮ ના રોજ સવારે ૧૧:૦૦ કલાક થી તા. ૩૦/૧૧/૨૦૧૮ ના સાંજના ૪:૦૦ કલાક સુધી ઓનલાઈન થઈ ઓકશન ચાલુ રહેશે. ઓકસન પૂર્ણ થયે વર્ગીકરણનું લિસ્ટ્ તા. ૩૦/૧૧/૨૦૧૮ ના  રોજ નોટિસબોર્ડ પર સાંજે ૫:૦૦ કલાકે પ્રસિધ્ધ  કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.