રૈયા રોડ પર તુલશી સુરપ માકેર્ટ પાસે રહેતા અને પડધરીની સુફલામ ક્રોપ સાયન્સ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા યુવકના બેન્ક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટન્ટમાંથી સાયબર ભેજાબાજે રુા.1.16 લાખ યુકો અને ફેડરલ બેન્કમાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કર્યાની સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
સાયબર ભેજાબાજે બેન્ક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટન્ટમાંથી યુકો અને ફેડરલ બેન્ક ખાતામાં કમ્પ્યુટરની મદદથી ટ્રાન્ફર કરી લીધા
આ અંગેની પોલીસમાંતી પ્રાપ્ત વિગત મુજબ તુલશી સુપર માકેર્ટ પાસે રહેતા અને પડધરી સુફલામ ક્રોપ સાયન્સ નામની કંપનીમાં એકાન્ટન તરીકે ફરજ બજાવતા વિવેક કિસ્મતભાઇ હાસલપરાને બેન્ક ઓફ ઇન્ડિયા ભક્તિનગર બ્રાન્ચમાં એકાઉન્ટ ધરાવે છે. ગત તા.22-9-23ના બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારીએ મોબાઇલમાં વાત કરી તમારા એકાઉન્ટમાંથી રુા.90 હજાર અને રુા.3500 વીડ્રો થયાની જાણ કરી હતી.
આથી વિવેકભાઇ હાસલપરા બેન્ક ઓફ ઇન્ડિયાની ભક્તિનગર બ્રાન્ચમાં તપાસ કરતા પોતાના એકાઉન્ટમાંથી રુા.1.16 લાખ યુકો અને ફેડરલ બેન્કમાં ટ્રાન્સફર થયાનું જાણવા મળ્યુ હતું. પોતે આવું કોઇ ટ્રાન્જેકશન કર્યુ ન હોવાથી સાયબર ક્રાઇમમાં આ અંગેની ફરિયાદ નોંધાવતા સાયબર પોલીસ મથકના પી.આઇ. કે.જે.મકવાણા સહિતના સ્ટાફે યુકો અને ફેડરલ બેન્કમાં જેના એકાઉન્ટમાં રકમ જમા થઈ છે તેઓ સામે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.