રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજના વિભાગ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલા અને ખાલી રહેલા MIG કેટેગરીના 50 આવાસો તથા EWS-2 કેટેગરીના 133 આવાસો માટે 16 નવેમ્બર, 2024 સુધીમાં ફોર્મ ભરી શકશે, તેવી જાહેરાત કરવામાં આવી છે.

આવાસના ઓનલાઇન ફોર્મ ભરી શકાશે

રાજકોટ મહાનગરપાલિકાના મેયર અને હાઉસિંગ ઇમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિના ચેરમેન દ્વારા અખબારી યાદી જાહેર કરવામાં આવી છે. તેમજ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં આવાસના મકાન માટે રાજકોટ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઇટ પરથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. જેમાં ઓનલાઇન ફોર્મ ભરવા માટે રૂ. 50 ભરવાના થશે. આ દરમિયાન જ્યારે ડિપોઝિટ ભરપાઈ નિયમાનુસાર રહેશે. ફોર્મ તેમજ ફોર્મની ફી અને ડિપોઝિટ ભરવાની સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન માધ્યમથી જ રહેશે.

MIG કેટેગરીમાં 3 BHK, 60 ચો.મી જગ્યામાં રૂ।8 લાખનો ભાવ રહેશે.અને પરિવારની આવક મર્યાદા રૂ.6થી 7.50 લાખ રહેશે. EWUS-2માં 1.5 BHK, 40 ચો.મી.આવાસની કિંમત 5.5 લાખ અને આવક મર્યાદા રૂ.3 લાખ રહેશે. ફોર્મ ભરતી વખતે કોઇ ટેકનીકલ ઇસ્યુ ઉદ્દભવે તો આવાસ યોજના વિભાગના ફોન નં. 0281 – 2221615 પર સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.